Wednesday, October 20, 2021
Homeઆણંદઆણંદ : માહિતી કચેરીમાં 'સ્વચ્છ ભારત મિશન' અંતર્ગત અભિયાન હાથ ધરવામાં આવ્યું

આણંદ : માહિતી કચેરીમાં ‘સ્વચ્છ ભારત મિશન’ અંતર્ગત અભિયાન હાથ ધરવામાં આવ્યું

 

આણંદ જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જિલ્લા માહિતી કચેરી ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું. આ સ્વચ્છતા અભિયાન અંતર્ગત કર્મચારીઓએ પોતાના કાર્યસ્થળને સ્વચ્છ બનાવવા સાથે ફરજના સ્થળે સ્વચ્છ, સુઘડ, અને આરોગ્યપ્રદ વાતાવરણ મળે તેમ કામ કર્યું હતું.

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સમગ્ર જિલ્લામાં કલેકટર મનોજ દક્ષિણીના માર્ગદર્શન હેઠળ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. આ અભિયાનમાં જિલ્લાના વિવિધ સરકારી વિભાગો સહિત સામાજિક-ધાર્મિક-સ્વૈાચ્છિક સંસ્થાતઓ અભિયાનમાં જોડાયા છે ત્યારે આ સ્વચ્છતા અભિયાન અંતર્ગત આણંદની જિલ્લા માહિતી કચેરી ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું. કચેરીના કર્મચારીઓએ જુનારદ્દી, પસ્તી, બિન ઉપયોગી ડેડસ્ટોક આઈટમ, જુના રેકર્ડની જાળવણી જેવા કાર્યો પણ હાથ ધર્યા હતા.

જિલ્લા માહિતી કચેરીના ઇન્ચાર્જ નાયબ માહિતી નિયામક સંજયભાઇ શાહના માર્ગદર્શન હેઠળ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. કચેરીના વડા તરીકે સંજયભાઈ શાહે પણ આ અભિયાનમાં જોડાઇને કર્મચારીઓનો ઉત્સાહ વધારી કર્મચારીઓને સ્વચ્છતા પ્રતિ સતત જાગૃત રહેવા પણ સુચવ્યુ હતું. આ અભિયાનમાં કચેરીના ટેક.આસિ. દિપક ભટ્ટ, શેખ, કીર્તિ નાયક સહિત વર્ગ-4ના અને આઉટસોર્સથી ફરજ બજાવતા તમામ કર્મચારીઓ જોડાયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments