આણંદઃ આણંદ શહેરમાં ગુરુવારે પશ્ચિમ રેલવેમાં ટ્રેનની 2 અકસ્માતની ઘટનાઓ સર્જાવા પામી હતી. જેમાં આણંદ શહેરમાં ગણેસ ચોકડી નજીક ખંભાતથી આણંદ રેલવે સ્ટેશન તરફ જઈ રહેલી ડેમું ટ્રેનની એર પાઈપ તુટી ગઈ હતી. બીજી ઘટનામાં આણંદ રેલવે સ્ટેશનનાં લોકોસેડમાંથી નડીયાદ તરફ જઈ રહેલું એન્જિન પાટા પરથી ખડી પડ્યું હતું.
પ્રથમ બનાવમાં ખંભાત આણંદ ડેમું ટ્રેન આજે સાંજનાં સુમારે આણંદની ગણેશ ચોકડી નજીક આવેલી રેલવે ફાટક પાસેથી પસાર થઈ રહી હતી. ત્યારે ટ્રેનની એર પાઈપ તુટતાં ટ્રેન બંધ પડતાં ફાટકની બન્ને તરફ વાહનોની કતારો જામી જતાં ટ્રાફિક જામ થઈ ગયો હતો. રેલવેની મીકેનીકલ ટીમ ઘટના સ્થળે પહોંચી એર પાઈપ બદલ્યા બાદ ટ્રેન ચાલું થઈ હતી.
બીજી ધટનામાં આણંદ રેલવે સ્ટેશનનાં લોકોસેડમાંથી 1 એન્જિન નડિયાદ તરફ જઈ રહ્યું હતું ત્યારે લોકોસેડથી માંડ મીટરનાં અંતરે એન્જિનનું પૈડુ ખડી પડ્યું હતું. જેથી રેલવેના વડોદરાની આકસ્મિક રેસ્કયુ ટીમે એન્જિનને ઉંચું કરી એન્જિનનાં પૈડાને ટ્રેક પર પરત ગોઠવવામાં સફળતા મળી હતી.