Tuesday, September 21, 2021
Homeઆણંદ : માર્ગ પર કાદવ કીચડનું સામ્રાજય છવાતા સ્થાનિક લોકો પરેશાન
Array

આણંદ : માર્ગ પર કાદવ કીચડનું સામ્રાજય છવાતા સ્થાનિક લોકો પરેશાન

આણંદ નગરપાલિકા હસ્તકના માર્ગની ભારે દુર્દશા થઇ છે. સામાન્ય વરસેલા વરસાદે હળવો વિરામ લીધા ને દિવસો વિત્યા છતાં જાહેર માર્ગોની ઉપર કાદવ કિચ્ચડ અને લપસણો તેમજ ઉબડ ખાબડ જાહેર માર્ગો વાહન લાયકચાલકો માટે ભયજનક બની રહ્યા છે. શાશ્વત હોસ્પિટલમાં થી લઈ મોટી ખોડિયાર વિસ્તારના હજારો નાગરિકો અને દર્દીઓ વરસાદી ગંદકીને લઈ નર્કની યાતના ભોગવી રહ્યા છે. સત્તાના મદમાં મસ્ત નગરપાલિકાના શાસકોને સામાન્ય નગરજનોની આ વેદના સમજવા કે તેના નિરાકરણ માટે કોઈ જ રસ ન હોય તેમ લાગી રહયુ છે.

આણંદ શહેરમાં સામાન્ય વરસાદે પણ નાગરિકોનું જીવન ખૂબ પ્રભાવિત અને અસ્તવ્યસ્ત કરી દે છે. નવી નવી વિકાસની વાતો અને આયોજનોના શેખી હાંકતા પાલિકા સત્તાધીશો સામાન્ય નગરજનોની પીડા અને મુશ્કેલીઓ દૂર કરવામાં જરાય રસ દાખવતા નથી. ચૂંટણીનું કારણ ધરીને અથવા અન્ય કારણસર આણંદમાં કેટલાક વિસ્તારોમાં ચોમાસા ઋતુમાં જ માર્ગો પર કામો શરુ કરી દેવામાં આવ્યાં છે. જે વિસ્તારોમાં રસ્તા, ગટર, પાણી કે અન્ય પ્રકારના કામો શરુ કરવામાં આવ્યાં છે એ માર્ગો કાદવકીચડથી ખદબદી રહ્યાં છે.

નગરના મોટી ખોડિયાર વિસ્તારમાં સામાન્ય વરસાદે પણ કાદવ કીચડનું વ્યાપક સામ્રાજ્ય વિસ્તરી જાય છે. શાશ્વત હોસ્પિટલથી લઈ મોટી ખોડિયાર સુધીના વિસ્તારમાં હજારો નાગરિકો વરસાદી પાણીના નિકાલની અવ્યવસ્થાથી ગ્રસ્ત અને પીડિત છે. અહીં આ આવેલ પ્રતિષ્ઠિત હોસ્પિટલો અને રહેણાંક વિસ્તારની સોસાયટીઓના નાગરિકો અને દર્દીઓને પાણીના ભરાવા અને ખાડા ખાબોચિયા તેમજ ગંદકીને લઈ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.

આ વિસ્તારમાં નાગરિકો અને વાહન ચાલકો અતિશય પરેશાની થઈ રહી છે રોજબરોજના અકસ્માતો સામાન્ય થઈ રહ્યા છે. આ વિસ્તારમાંથી પસાર થતા વાહનો સામસામે આવી જાય તો બે સવારીએ જતા બાઈક ચાલકોને કાદવમાં ઉતરીને જવું પડે છે.

આ અંગે વિસ્તાર ના સામાજિક આગેવાન જગદીશ પ્રજાપતિએ જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષથી આ વિકાસકાર્યોની આડઅસર ભોગવી રહ્યા છીએ.નગરપાલિકા તંત્ર અને કોન્ટ્રાકટર આ વિસ્તારના નાગરિકોની યાતના સમજે અને સંવેદનશીલતા રાખી આ સમસ્યાઓનો તુરંત ઉકેલ લાવે તે જરૂરી છે. અન્યથા અમારે જન આંદોલનનો માર્ગ અપનાવવો પડે તે હદે ત્રાસી ગયા છીએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments