Sunday, November 3, 2024
Homeઆણંદ : લોકાર્પણની જાણ ન કરાતાં બહારની બસો આણંદ ST સ્ટેન્ડમાં ન...
Array

આણંદ : લોકાર્પણની જાણ ન કરાતાં બહારની બસો આણંદ ST સ્ટેન્ડમાં ન આવી

- Advertisement -

આણંદ: આણંદ શહેરના જૂના બસ સ્ટેશનના જૂના મકાને તોડી પાડીને રૂા 2.85 કરોડના ખર્ચે આધુનિક સુવિધા સાથેનું નવું બસ સ્ટેશન બનાવ્યું છે. ગત સોમવારે મુખ્યમંત્રીના હસ્તે ઇ-લોકાર્પણ કરાયું હતું. જૂના બસ સ્ટેશનમાં ગુરુવારે એસટી રૂટોનો પ્રારંભ કરાયો હતો. પરંતુ તંત્રે આ અંગે અગાઉથી અન્ય કોઇ ડેપોમાં જૂના બસ સ્ટેશનમાં બસ લાવવા માટેની જાણ કરી ન હતી. તેના કારણે આઉટ ડેપોની એક પણ બસ દેખાય ન હતી. માત્ર આણંદ ડેપોમાંથી ઉપડતા રૂટોની બસ જોવા મળી હતી. જેના કારણે કેટલાંક મુસાફરો અટવાયા હતા.

આણંદ જૂના બસ સ્ટેશનનું નવીકરણ થયા બાદ ગુરુવારથી આમ પ્રજા માટે ખુલ્લુ મુકાયું છે. પરંતુ પ્રથમ દિવસે મુસાફરોને કડવા અનુભવ થયા હતા. બસ સ્ટેશનમાંથી માત્ર આણંદ ડેપોમાં ઉપડતા રૂટો જોવા મળ્યા હતા. જ્યારે આઉટ ડેપોમાંથી આવતાં રૂટની બસો દેખાય જ ન હતી. જ્યારે બસ સ્ટેશનમાં બનાવેલ દિવ્યાંગ શૌચાલય, પુછપરછ ઓફિસ, લેડીઝ ઓફિસ, પાર્સલ ઓફિસ સહિતની મહત્વની સેવા બંધ હતી. જ્યારે હાલ ગરમીની મૌસમ હોવા છતાં નવા બસ સ્ટેશનમાં પીવાના પાણી પરબ ખોલવામાં આવી ન હતી. તેના કારણે મુસાફરોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

બસ સ્ટેશનમાં પાછળનો દરવાજો બંધ કરાયો
આણંદ જૂના બસ સ્ટેશનમાં અગાઉ પ્રવેશ માટે બે મુખ્ય પ્રવેશદ્વાર હતા. પરંતુ નવું બસ સ્ટેશન બનાવ્યા બાદ માત્ર એક જ મુખ્ય પ્રવેશદ્વાર બનાવ્યો છે. જેના કારણે એસટી બસ ચાલકો સહિત સૌ કોઇને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.તો વળી એક જગ્યાએ એસટીબસો અવરજવર કરતી હોવાથી ટ્રાફિક સમસ્યા પણ ઉદભવશે તેમ સ્થાનિક લોકો જણાવ્યું હતું.

લક્ષ્મી ચોકડીથી ધર્મેશ્વર મહાદેવ સુધી વન વે રદની માગ
આણંદમાં વર્ષોથી જૂના બસ સ્ટેશનમાં આવતી જતી એસટી બસો નવા બસ સ્ટેશનથી નીકળીને પાયોનિયર હાઇસ્કૂલ થઇ લક્ષ્મી ચોકડીથી ધર્મેશ્વર મહાદેવ થઇને જતી હતી. જે માર્ગ પહોળો હતો. પરંતુ વહીવટી તંત્ર છેલ્લા એક વર્ષ આ માર્ગ વન વે જાહેર કર્યો છે. જેના એસટીબસ સ્ટેશનમાં જતી બસોને હાલ મુખ્ય પોસ્ટ ઓફિસવાળા સાંકળા રસ્તા પરથી પસાર થવું પડે છે. તેમ બસ સ્ટેશન પાસેથી ચોકડીથી ડાબી તરફ થઇને બસ સ્ટેશનમાં પ્રવેશ કરવો પડે છે.તેના કારણે ટ્રાફિકની સમસ્યા ઉભી થાય છે. તહેવાર ટાણે તો આ સમસ્યા માથાના દુ:ખાવા રૂપ બની જશે. તેને ધ્યાને લઇને અત્યારથી તંત્ર દ્વારા પગલા લઇને લક્ષ્મી ચોકડી થી ધર્મેશ્વર માર્ગ વન વે રદ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular