Tuesday, September 28, 2021
Homeઆણંદ : રાત્રીના સમયે માસ્ક પહેર્યા વિના અને કરફ્યુ ભંગ કરતા લોકો...
Array

આણંદ : રાત્રીના સમયે માસ્ક પહેર્યા વિના અને કરફ્યુ ભંગ કરતા લોકો સામે પોલીસે જાહેર નામના ભંગનો ગુનો નોંધી

આણંદ શહેરમાં રાત્રીના સમયે માસ્ક પહેર્યા વિના અને કરફ્યુ ભંગ કરતા લોકો સામે પોલીસે જાહેર નામના ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

આણંદ રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ નં.4 ઉપર રાત્રીના સમયે માસ્ક પહેર્યા વિના ફરતા દીપકભાઈ પસાણભાઈ ચૌહાણને રેલ્વે પોલીસે ઝડપી પાડી તેને દંડની રકમ ભરવા જણાવતા દીપકભાઈએ દંડની રકમ ભરવાની ના પાડતા રેલ્વે પોલીસે દીપકભાઈ પસાણભાઈ ચૌહાણ રહે. ત્રિકમનગર ગામડી વિરુદ્ધ જાહેરનામાના ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

બીજા બનાવમાં આણંદ શહેરમાં સલાટીયા રોડ હાલાણી હાઈનેસ કોમ્પલેક્ષમાં રાત્રીના કરફ્યુ દરમિયાન સવા આઠ વાગ્યાના સમયે અમુલ પાર્લર નામની દુકાન ખુલ્લી રાખી જાહેરનામાનો ભંગ કરનાર શાહનવાજ સુલતાનભાઈ થારુવાલાની પોલીસે ધરપકડ કરી તેની વિરુદ્ધ જાહેર નામાના ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

ત્રીજા બનાવમાં ભાલેજ ઓવરબ્રીજ પાસે એ અજ્જુ પાર્લર નામની દુકાન રાત્રીના 8.25 વાગ્યા સુધી ખુલ્લી રાખી કરફ્યુ ભંગ કરતા પોલીસે દુકાનના માલિક રાહીલહુસેન નજીરહુસેન શેખ રહે. અજમતઅલી પાર્ક આણંદની ધરપકડ કરી તેની વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.

ચોથા બનાવમાં ગામડી ગામે બાર વીઘા વિસ્તારમાં હરસીદ્ધી મંદિર પાસે રાત્રીના કરફ્યુ હોવા છતાં મંદિર પાસે બાકડા પર માસ્ક પહેર્યા વિના બેસી કરફ્યુ અને માસ્કનો ભંગ કરતા પોલીસે તેની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

પાંચમાં બનાવમાં આણંદ રેલ્વે સ્ટેશન સામે રાત્રીના સવા આઠ વાગ્યાના આસપાસ કરફ્યુ દરમિયાન પ્રવિણભાઈ બેચરભાઈ પરમાર રહે. સનરાઈઝ હોટલ આણંદ મુળ રહે. પાંદડ તા. ખંભાત માસ્ક પહેર્યા વિના ફરતો મળી આવતા પોલીસે તેની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments