આણંદ : આરોગ્ય સેવાઓ માટે ખાસ ફંડ અને તેની યોગ્ય અદ્યતન સારવારના આયોજનોમાં લાગ્યા

0
0

કોરોના મહામારીએ સમાજમાં શિક્ષણની જેમ આરોગ્યની ચિંતા કરવા પણ સક્રિય કર્યા છે. કોરોનાની બીજી લહેરમાં અનેક પરિવારોમાં શોકમય વાતાવરણ રહ્યુ છે. વિવિધ જ્ઞાતિ સમૂહોએ કેળવણી જાગૃતિ અને સુવિધા માટે પહેલ કરી અને શિક્ષણની ક્ષિતિજો વિકસી શિક્ષણ સંકુલો ઉભા થયા છે. આવી જ રીતે હવે આરોગ્ય સેવાઓ માટે ખાસ ફંડ અને તેની યોગ્ય અદ્યતન સારવાર વ્યવસ્થાના આયોજનોમાં લાગ્યા છે.

આણંદના 42 ગામ પાટીદાર કેળવણી મંડળ દ્વારા સતત જ્ઞાતિ સમાજ ઉપયોગી પ્રવૃતિઓ હાથ ધરવામાં આવે છે. સમાજના બાળકોને શિક્ષણ મળશે તેમજ પ્રગતિ કરે તે માટે પણ યથાર્ગ પ્રયત્નો કરવામાં આવે છે. હાલમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે સમાજના લોકોને ભવિષ્યમાં આવી મહામારી સમયે યોગ્ય સારવાર મળી રહે તે માટે મલ્ટીપલ હોસ્પિટલ શરુ કરવા લાંબા ગાળાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જે અન્વયે પ્રાથમિક તબક્કે ખંભાત ખાતે ઉમીયા આરોગ્ય સેન્ટર શરુ કરવામાં આવ્યું છે.અહીં સવારે 9થી 12 વાગ્યા સુધી સારવાર મળી રહે તેવી વ્યવસ્થા શરૂ કરાઈ છે.

ખંભાત ખાતે ઉભા કરાયેલા ઉમીયા ધામમાં હાલ ઓપીડી સેવા પણ શરુ કરેલી છે. જેમાં મેલેરીયા, તાવ, શ્વાસ દમ, બીપી, હૃદયરોગ, ડાયાડીબીસ, ઝાડા ઉલ્ટી સહિતની બીમારીઓની સારવાર તથા ચેકઅપ શરૂ કરાયું છે. આ બાદ સમાજના દાતા અને જાગૃતઓને ભેગા કરી હોસ્પિટલ નિર્માણ માટે યોગ્ય નિર્ણયો અને આયોજનો કરીશુંની પ્રતિબધ્ધતા સંસ્થાના પ્રમુખ ઈશ્વરભાઈ પટેલે વ્યક્ત કરી હતી.

ખંભાત ખાતે ઉમીયા ધામના ઉદઘાટન પ્રસંગે જ્યંતિભાઈ ડી. પટેલ, જીલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન હેમાબેન પટેલ, ડો. ભરતભાઈ પટેલ, સમાજના પ્રમુખ ઈન્દુભાઈ પટેલ, કેળવણી મંડળના પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ, મંત્રી ગોરધનભાઈ પટેલ, મૈલેષભાઈ પટેલ, જમીનના દાતા પુરુષોતમદાસ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here