આણંદ : અસામાજિક તત્વોનો આતંક વધ્યો

0
2

વિદ્યાનગરમાં રહેતા યુવક પર બે અઠવાડિયા અગાઉ દસથી વધુ લોકોના ટોળાંએ મારક હથિયારો સાથે હુમલો કરી ભયનું વાતાવરણ ઊભું કરી ધાક-ધમકી આપી હતી. હરિઓમનગરની બાજુમાં આવેલા ચૈતન્ય હરિ સોસાયટીના મકાનમાં રહેતા હરિભાઈ વીરાભાઈ મહારાજે આપેલી લેખિત અરજીમાં તેમણે જણાવ્યું હતું કે, હરિ ભરવાડ, ઘનશ્યામ ભરવાડ સહિત આઠથી દસ લોકોના ટોળાં ગત 9મી જુલાઈના રોજ રાત્રિના દસ વાગ્યે તેમના ઘરમાં આવી ચઢ્યા હતા.

તેમના હાથમાં મારક હથિયારો હતો. તેમણે જાતિવાચક શબ્દ બોલી તારો છોકરો જીતલો ખૂબ ફાટી ગયો છે તેને પૂરો કરવા જ આવ્યા છીએ એમ કહીને ધમકી આપી હતી. આ અંગે તેમણે થોડાં સમય બાદ વિદ્યાનગર પોલીસનો સંપર્ક સાધ્યો હતો. પરંતુ પોલીસ દ્વારા કોઈ ફરિયાદ લેવામાં ન આવતાં આખરે તેમણે જિલ્લા પોલીસ વડા અને મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here