આણંદ : આરોગ્ય વિભાગે 142 એક્ટિવ કેસ બતાવ્યા છે પરંતુ તપાસમાં આ આંકડો 280 હોવાનું જણાયું

0
6

હજુ બે સપ્તાહ પહેલાં સુધી કોરોનાની બીજી લહેરની ભયાવહતાનો સામનો કરી ચૂકેલા આણંદ જિલ્લામાં કોરોનાના કેસમાં જબરદસ્ત ઘટાડો નોંધાયા હોવાનો તંત્ર દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે. આ બાબતે દરરોજ સારવાર હેઠળના દર્દીઓ (એક્ટિવ કેસ)ના આંકડા જાહેર કરાયા છે પરંતુ તેની સત્યતા સામે સવાલ ઉઠ્યો છે. આરોગ્ય વિભાગે આજની તારીખે 142 એક્ટિવ કેસ બતાવ્યા છે પરંતુ તપાસમાં આ આંકડો 280 હોવાનું જણાયું છે.

સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, વિભાગે જાહેર કરેલી નોંધમાં 14 હોસ્પિટલ અને હોમ આઇસોલેશનમાં મળી કુલ 142 એક્ટિવ કેસ બતાવ્યા છે પરંતુ જિલ્લાની બીજી 7 ખાનગી કોવિડ હોસ્પિટલો એવી છે જેમાં કુલ 23 એક્ટિવ દર્દી છે, જેની સરકારી યાદીમાં કોઇ નોંધ નથી. ઉપરાંત સરકારે તેની નોંધમાં 142 એક્ટિવ દર્દી વિવિધ હોસ્પિટલમાં અને હોમ આઇસોલેશન બતાવ્યા છે જે હકીકતમાં 257 છે. આમ સરકારી યાદી મુજબ 142 એક્ટિવ કેસ સામે કુલ 280 જોતા 138 દર્દી એવા છે જે સારવાર લઇ રહ્યાં છે પરંતુ તેની યાદીમાં નોંધમાં નહીં હોવાનું તપાસમાં અને અધિકૃત વેબસાઇટના હવાલાથી જાણવા મળ્યું છે.

ખાનગી હોસ્પિટલમાં કોરોનાના દર્દી (જેની સરકારી યાદીમાં નોંધ નથી)
હોસ્પિટલ દર્દી
સૂર્યા હોસ્પિ. બોરસદ 1
મહાવીર હોસ્પિ. બોરસદ 2
મીરા હોસ્પિ.આણંદ 3
રાજલ હોસ્પિ. આણંદ 2
ચૈતન્ય હોસ્પિ.આણંદ 7
ચારૂસેટ હોસ્પિ.ચાંગા 1
જીવનધારા હોસ્પિ. આણંદ 7
વિહાર હોસ્પિ.આણંદ 2
કુલ દાખલ દર્દી 23

આણંદ જિલ્લા આરોગ્ય અધિકારીનો સંપર્ક થઈ શક્યો નહીંં
આ વિરોધાભાસ બાબતે આણંદ જિલ્લા આરોગ્ય અધિકારી એમ.ટી.છારીનો મોબાઇલ ફોન પર બે ત્રણ વખત સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો.પરંતુ ફોન રિસિવ થયો નહતો.

પેટલાદ સિવિલમાં 36 દર્દીઓ, સરકારી ચોપડે 8
આણંદ જિલ્લાની સૌથી મોટી સરકારી હોસ્પિટલ પેટલાદ સિવિલમાં મંગળવારના રોજ 36 દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે.તેની સામે મંગળવારે જાહેર કરાયેલી યાદીમાં તંત્ર દ્વારા માત્ર 8 દર્દીઓ સારવાર હેઠળ હોવાનું દર્શાવાયું છે.

સરકારે દર્શાવેલા અને ભાસ્કરની તપાસમાં ખુલેલા દર્દીના આંકડા
હોસ્પિટલ સરકારી યાદી ભાસ્કરની તપાસ મુજબ
કરમસદ હોસ્પિટલ 52 98
અંજલી બોરસદ 2 6
આઇરીસ 9 8
અપરા આણંદ 10 26
કેમ્બે કાર્ડીયાક 5 0
ટી સ્કેવર 5 15
વાસદ યુનિટી 10 22
પેટલાદ સિવિલ 8 36
આણંદ સિવિલ 5 12
શાશ્વત હોસ્પિ. 3 6
અક્ષરા હોસ્પિ. 1 3
વિહાર હોસ્પિ. 9 2
સહાદા હોસ્પિ. 5 5
કેમ્બે -2 2 2
હોમ આઈસોલેશન 16 16
કુલ 142 257

​​​​​​​​​​​​​​કરમસદ હોસ્પિટલમાં 98 દર્દી છતાં સરકારી ચોપડે માત્ર 52 જ નોંધાયા
આણંદ જિલ્લામાં અત્યાર સુધીમાં કરસમદ હોસ્પિટલમાં 6500 જેટલા પોઝિટિવ અને શંકાસ્પદને તપાસવામાં આવ્યા છે. મંગળવારે પ્રસિધ્ધ થયેલી યાદીમાં માત્ર 52 કેસ દર્શાવ્યા છે.તેની સામે કરમસદ હોસ્પિટલમાં સરકારી અધિકૃત વીએમસી વેબસાઇટમાં 98 કેસ દર્શાવ્યા છે. આમ 46 કેસ ઓછા બતાવ્યા છે. જે અંગે કરસમદ હોસ્પિટલ સત્તાવાળાનો સંપર્ક કરાતા જણાવાયું હતું કે, સરકારી વેબસાઇટ પર દરરોજ ડેટા અપડેટ કરવામાં આવે છે.

અપરા હોસ્પિટલોમાં સરકારી યાદી કરતાં વધુ 16 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે
દ્વારા આણંદ જિલ્લામાં કોરોનાની સારવાર કરતી હોસ્પિટલોમાં ટેલીફોનિક સંપર્ક કરાયો હતો. જેમાં સરકારી યાદીમાં આણંદ અપરા હોસ્પિટલમાં માત્ર 10 દર્દીઓ સારવાર હેઠળ બતાવાયા છે.જયારે હોસ્પિટલમાં પુછતાં મંગળવારે 26 દર્દીઓ સારવારમાં હોવાનું જણાવાયું હતું. – હાર્દિક રોહિત, નોડલ ઓફિસર, અપરા હોસ્પિટલ આણંદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here