આણંદના કુખ્યાત સિદ્ધાર્થે મિત્રની પત્ની અને પુત્રી અંગે એલફેલ બોલ્યા બાદ હત્યાનો પ્લાન ઘડાયો

0
12

સુરતના સરથાણા જકાતનાકા વિસ્તારમાં તક્ષશિલા આર્કેડ સામે પાર્કિંગમાં કાર લઈ આવેલા આણંદના કુખ્યાત સિદ્ધાર્થ રાવની કારમાં જ ચપ્પુના ઘા ઝીકી હત્યા કરનાર તેના મિત્ર સહિત બેની એસઓજીએ ધરપકડ કરી છે. આણંદના સિદ્ધાર્થે આઠ દિવસ અગાઉ વાપરવા આપેલી કાર મિત્ર નિકુંજે તેની જાણ બહાર એમડી ડ્રગ્સ લેવા રૂ.50 હજારમાં ગીરવે મૂકી દેતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડામાં સિદ્ધાર્થે નિકુંજની પત્ની-પુત્રી વિશે એલફેલ બોલતા તેની હત્યા કરવાનું નક્કી કરી તેને બોલાવી હત્યા કરી હતી.

સિદ્ધાર્થની ચપ્પુના ઘા મારી હત્યા કરી હતી

આણંદનો વતની અને અગાઉ ફાયનાન્સનો ધંધો કરતો તેમજ હથિયાર, મારામારી સહિતના ગુનાઓમાં અગાઉ ઝડપાયેલો 32 વર્ષીય સિદ્ધાર્થ સંદીપભાઈ રાવ ઈનોવા કાર (GJ-05-JM-9316) લઈને 24મીના રોજ સરથાણા જકાતનાકા વિસ્તારમાં તક્ષશિલા આર્કેડ સામે પાર્કિંગમાં આવ્યો હતો. ત્યારે અજાણ્યા ઈસમો કારમાં જ તેને બન્ને પગનાં ઘુંટણ અને સાથળના ભાગે ઉપરા છાપરી ચપ્પુના ઘા ઝીકી ફરાર થઇ ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલા સિદ્ધાર્થને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. જાહેરમાં હત્યાને પગલે સરથાણા પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓએ દોડી જઈ તપાસ શરૂ કરી હતી.

હત્યાના એક દિવસ પહેલાં જ સિદ્ધાર્થ આણંદથી સુરત આવ્યો હતો.

હત્યાના એક દિવસ પહેલાં જ સિદ્ધાર્થ આણંદથી સુરત આવ્યો હતો.

પોલીસે બાતમી આધારે બેને ઝડપી પાડ્યા

બાતમીના આધારે એસઓજીની ટીમે સરથાણા ગઢપુર ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી બાઈક ( GJ-05-LS-6623) પર પસાર થતા નિકુંજ ઉર્ફે કાનો ઉર્ફે સાંગો મનસુખભાઈ સાંગાણી ( ઉ.વ.28 ) અને તેના મિત્ર પ્રકાશ ઉર્ફે ગઢવી નહરદાન કુંચાળા ( ઉ.વ.26, રહે.146, સાંકેત રો હાઉસ, મોટા વરાછા ફાયર સ્ટેશનની સામે, સુરત. તથા ઘર નં.12, ધર્મનંદન સોસાયટી, જે.પી.પટેલ સ્કૂલની આગળ, કામરેજ, સુરત. મૂળ રહે. અકાળા, તા.લાઠી, જી. અમરેલી )ને ઝડપી પાડી તેમની પાસેથી બાઈક અને મોબાઈલ ફોન કબજે કર્યો હતો.

સિદ્ધાર્થની ઈનોવા કારમાં જ ચપ્પુના ઘા મારી હત્યા કરાઈ હતી.

સિદ્ધાર્થની ઈનોવા કારમાં જ ચપ્પુના ઘા મારી હત્યા કરાઈ હતી.

ગંદી ભાષાનો ઉપયોગ કરી ઓડિયો મેસેજ કર્યા હતા

સાડી પર સ્ટોન લગાવવાનું કામ કરતા અને અગાઉ લૂંટના ગુનામાં ઝડપાયેલા નિકુંજની એસઓજીએ પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, મિત્ર સિદ્ધાર્થ પાસે નિકુંજે આઠ દિવસ અગાઉ તેની કાર વાપરવા લીધી હતી. પરંતુ પૈસાની જરુર હોય નિકુંજે સિદ્ધાર્થની જાણ બહાર તે કાર વરાછા વિસ્તારમાં ગીરવે મૂકી રૂ.50 હજાર લીધા હતા. આ રકમમાંથી એમડી ડ્રગ્સ લાવ્યો હોવાનું બહાર આવ્યું છે. આ અંગે જાણ થતા સિદ્ધાર્થે કાર પરત માંગી હતી. જોકે, નિકુંજ કાર પરત કરતો ન હોય સિદ્ધાર્થ સોમવારે સુરત આવ્યો હતો અને કાર માંગતા તેનો નિકુંજ સાથે ફોન ઉપર ઝઘડો થયો હતો. ઝઘડામાં સિદ્ધાર્થે નિકુંજને ગાળો આપી તેની પત્ની-પુત્રી વિશે એલફેલ બોલ્યા બાદ મંગળવારે રાત્રે પણ વોટ્સએપ ઉપર ગાળો આપતા અને તેના મિત્ર પ્રકાશ અંગે પણ ગંદી ભાષાનો ઉપયોગ કરી ઓડિયો મેસેજ કર્યા હતા.

સિદ્ધાર્થ આણંદનો કુખ્યાત છે.

સિદ્ધાર્થ આણંદનો કુખ્યાત છે.

પત્ની-પુત્રી વિશે એલફેલ બોલતા હત્યાનો પ્લાન બનાવ્યો

સિદ્ધાર્થના મેસજથી ઉશ્કેરાયેલા નિકુંજે પ્રકાશ સાથે મળી સિદ્ધાર્થની હત્યાની યોજના બનાવી હતી. ત્યારબાદ બીજા દિવસે સવારે સરથાણા જકાતનાકા ડ્રિમલેન્ડ બિલ્ડીંગ પાસે બોલાવી રહેંસી નાખ્યો હતો અને પોલીસને ગુમરાહ કરવા બંને અલગ અલગ બાઈક ઉપર વિરુદ્ધ દિશામાં ભાગ્યા હતા. નિકુંજનો મિત્ર પ્રકાશ ઉર્ફે ગઢવી અગાઉ પોક્સો એક્ટના ગુનામાં ઝડપાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here