અપકમિંગ : અનન્યા પાંડે અને ઈશાન ખટ્ટરની ફિલ્મ ખાલી પીલી સીધી OTT પ્લેટફોર્મ પર આવશે, ગાંધી જયંતિ પર રિલીઝ કરવાની તૈયારી

0
0

અનન્યા પાંડે અને ઈશાન ખટ્ટર ટૂંક સમયમાં ખાલી પીલી ફિલ્મમાં સાથે જોવા મળશે. આ ફિલ્મનું ટીઝર મેકર્સે રિલીઝ કરી દીધું છે. જેને લોકોનો પ્રેમ મળ્યો નથી. ટીઝરને લાઇક્સ કરતા ડિસલાઇક્સ વધુ મળી રહી છે. આ વચ્ચે એક મોટા ન્યૂઝ સામે આવ્યા છે કે આ ફિલ્મને થિયેટર ખુલે ત્યાં સુધી પોસ્ટપોન કરવાને બદલે મેકર્સ ડિરેક્ટ OTT પ્લેટફોર્મ પર રિલીઝ કરવાના છે.

ડિરેક્ટર મકબૂલ ખાનની ફિલ્મ ખાલી પીલીને પણ સડક 2ની જેમ જ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી શકે છે. તેના પર ચર્ચા ચાલું છે. મેકર્સ આ ફિલ્મને 2 ઓક્ટોબરે ગાંધી જયંતિના પ્રસંગે રિલીઝ કરવાની તૈયારી કરી રહ્યા છે. ફિલ્મને ઝી સ્ટુડિયોએ કો-પ્રોડ્યુસ કરી છે. જો બધું ઠીક રહ્યું તો ફિલ્મને ઝી સ્ટુડિયોના જ OTT પ્લેટફોર્મ પર સીધી રિલીઝ કરવામાં આવશે.

https://www.instagram.com/tv/CEQjdjxgS5d/?utm_source=ig_embed

હાલમાં જ આવેલા પિન્કવીલાના રિપોર્ટમાં સોર્સના હવાલે લખવામાં આવ્યું છે કે, ખાલી પીલી ફિલ્મ ફિલ્મ માટે મેકર્સે ગાંધી જયંતિની ડેટ લોક કરી છે. ઝી સ્ટુડિયો તેને તેના જ પ્લેટફોર્મ પર એક્સક્લુઝિવ સ્ટ્રીમ કરશે. ફિલ્મનું હજુ બે દિવસનું પેચ વર્ક બાકી છે અને ડિજિટલ રિલીઝ પહેલાં કામ પૂરું થઇ જશે. આખી ટીમે તેની તૈયારી કરી લીધી છે.

થોડું શૂટિંગ બાકી છે

પેચ વર્ક બાકી છે તેના માટે સ્ટાર્સે એક કે બે દિવસનું ટીમ સાથે શૂટિંગ કરવું પડશે. સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં શૂટિંગ થઇ શકે છે અને તે મુંબઈમાં જ સુરક્ષા અને સાવધાની સાથે કરવામાં આવશે.

https://www.instagram.com/p/CEQxsDFgq9R/?utm_source=ig_embed

ટીઝરને લાઇક્સ કરતાં વધુ ડિસલાઇક્સ મળી

ખાલી પીલીનું ટીઝર 23 ઓગસ્ટે રિલીઝ થયું જેને અત્યારસુધી 45 લાખ વખત જોવામાં આવ્યું. લાઈક કરનારાથી વધુ લોકોએ આ ટીઝરને ડિસલાઈક કર્યું છે. અગાઉ આલિયા ભટ્ટ સ્ટારર સડક 2 ફિલ્મને પણ લોકોના રોષનો સામનો કરવો પડ્યો હતો. તે સૌથી વધુ ડિસલાઈક ધરાવતું ટ્રેલર બની ગયું છે. સુશાંત સિંહના મૃત્યુ બાદ આ બધું શરૂ થયું છે. અમુક લોકોનું માનવું છે કે ઇન્ડસ્ટ્રીમાં નેપોટિઝ્મને કારણે નવા ટેલેન્ટને જગ્યા મળતી નથી માટે લોકો સ્ટારકિડ્સને બોયકોટ કરી રહ્યા છે.

અલી અબ્બાસ ઝફર, હિમાંશુ કિશન અને ઝી સ્ટુડિયોના પ્રોડક્શનમાં બનેલી ફિલ્મ ખાલી પીલીમાં અનન્યા પાંડે ચોરી કરીને ભાગનારી ચાલાક છોકરીના રોલમાં છે જ્યારે ઈશાન એક ટેક્સી ડ્રાઈવરના રોલમાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here