- Advertisement -
આંધ્રપ્રદેશના તિરુપતિ નજીક ચંદ્રગિરી બાયપાસ રોડ પર એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટ્રેક્ટર સોમવારે મર્સિડીઝ બેન્ઝ કાર સાથે અથડાયુ હતુ. આ અકસ્માતનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
સોમવારે એક ટ્રેક્ટર મર્સિડીઝ બેન્ઝ કાર સાથે અથડાતા ટ્રેકટર બે ભાગમાં તૂટી ગયું. અહેવાલો અનુસાર, ટ્રેક્ટર વિરુદ્ધ દિશામાંથી આવી રહ્યું હતું અને ખોટી દિશામાં મુસાફરી કરી રહ્યું હતું જ્યારે તેણે કારને ટક્કર મારી તો ટ્રેકટરનાં જ બે ભાગ થઇ ગયા. આ વીડિયો જોઇને લોકોને નવાઇ લાગી રહી છે. અહેવાલ મુજબ કારમાં સવાર તમામ મુસાફરો સલામત અને સ્વસ્થ છે. ટ્રેક્ટર ચાલક અને કાર ચાલકને સામાન્ય ઈજાઓ થઈ હતી.