એન્ડ્રોઈડ યુઝર્સ : લાઈવ ઓડિયો ચેટ એપ ‘ક્લબહાઉસ’ આ અઠવાડિયાંમાં લોન્ચ થશે

0
3

છેલ્લાં 1 વર્ષથી લાઈવ ઓડિયો ચેટ એપ ‘ક્લબહાઉસ’ માત્ર iOS યુઝર્સ માટે એક્સક્લુઝિવલી અવેલેબલ હતી. હવે એન્ડ્રોઈડ યુઝર્સ માટે તે ગ્લોબલી લોન્ચ થવા જઈ રહી છે. કંપનીએ બીટા યુઝર્સ પર તેનું ટેસ્ટિંગ શરૂ કર્યું હતું. ટેસ્ટિંગ સફળ રહ્યા બાદ હવે તેને આ અઠવાડિયાંમાં ગ્લોબલી એન્ડ્રોઈડ યુઝર્સ માટે લોન્ચ કરવામાં આવશે. કંપનીએ ટ્વીટ કરી તેની માહિતી આપી છે.

કંપનીના ટ્વીટ પ્રમાણે આ અઠવાડિયે એન્ડ્રોઈડ યુઝર્સ માટે ક્લબહાઉસ ગ્લોબલી લોન્ચ થશે. સાથે જ કંપની iOSમાં મળતાં તમામ ફીચર્સ એન્ડ્રોઈડમાં મળી રહી તે માટે પણ કામ કરશે. કંપની iOS માટે પણ નવાં ફીચર્સ રોલઆઉટ કરવા જઈ રહી છે. કંપની યુઝર્સને પેમેન્ટ આપતા લોકોનું લિસ્ટ જણાવશે. છેલ્લા 10 દિવસમાં જે રૂમ્સને સાંભળ્યા હશે તેની હિસ્ટ્રી જણાવશે. સાથે જ યુઝર્સ તેમની પ્રોફાઈલમાં અન્ય યુઝર્સને ટેગ પણ કરી શકશે.

ટેકવેબસાઈટ ટેકક્રન્ચના રિપોર્ટ પ્રમાણે મંગળવારે ક્લબહાઉસ જાપાન, રશિયા અને બ્રાઝિલના એન્ડ્રોઈડ યુઝર્સ માટે લોન્ચ થશે. ગુરુવાર પછી ભારત અને નાઈજિરિયા સહિતના દેશો માટે તે લોન્ચ થશે.

ક્લબહાઉસ
એક લાઈવ ઓડિયો ચેટ એપ છે. તેના પર યુઝર્સ કોઈ ક્લબ, વ્યક્તિ કે ટોપિકને ફોલો કરી એપની મજા માણી શકે છે. આ એપ કોઈ પણ ઓડિયો કન્વર્ઝેશનને સ્ટોર કરતી નથી. આ લાઈવ ઓડિયો ચેટરૂમ છે. એપ પર યુઝર કન્વર્ઝેશનમાં ત્યારે જોઈન કરી શકશે જ્યારે તેને અન્ય કોઈ યુઝરનું ઈન્વિટેશન મળ્યું હોય.

ફેસબુક પણ ક્લબહાઉસ જેવી એપ લોન્ચ કરશે
આ એપ પોપ્યુલર બની ગઈ કે તેવી જ એપ ફેસબુક પણ બનાવવા જઈ રહી છે. ન્યૂ યોર્ક ટાઈમ્સના એક રિપોર્ટ પ્રમાણે, આ ઓડિયો બેઝ્ડ સોશિયલ નેટવર્ક ક્લબહાઉસ જેવું હશે. ક્લબહાઉસને 2020ની શરૂઆતમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. તો ટેસ્લાના CEO ઈલોન મસ્ક અને રોબિનહુડના CEO વ્લાદ ટેનેવ દ્વારા તેનું નામ લેવાતા અચાનક તેના યુઝર્સની સંખ્યામાં વધારો થતો જોવા મળ્યો છે.

ક્લબહાઉસ એપ હાલ માત્ર એપ સ્ટોર પર અવેલેબલ છે. કોવિડ-19 મહામારી શરૂ થયા બાદ તેના યુઝર્સની સંખ્યામાં સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ફેસબુક પાસે મેસેજિંગ એપ વ્હોટ્સએપ અને ફોટો શેરિંગ માટે ઈન્સ્ટાગ્રામ છે. હવે આ નવી એપથી તેનાં કમ્યુનિકેશન નવાં રૂપમાં થશે. સોશિયલ મીડિયા કંપની ફેસબુકે નવી પ્રોડક્ટ વિશે હાલ કોઈ સ્પષ્ટતા કરી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here