Wednesday, April 17, 2024
Homeહવે એન્ડ્રોઈડ યુઝર્સ તેમનાં વ્હોટ્સએપ અકાઉન્ટની ચેટ બીજા નંબર પર ટ્રાન્સફર કરી...
Array

હવે એન્ડ્રોઈડ યુઝર્સ તેમનાં વ્હોટ્સએપ અકાઉન્ટની ચેટ બીજા નંબર પર ટ્રાન્સફર કરી શકશે

- Advertisement -

વ્હોટ્સએપની નવી પ્રાઈવસી પોલિસીને લીધે યુઝર્સ અન્ય મેસેજિંગ પ્લેટફોર્મ પર શિફ્ટ થવા લાગ્યા છે. યુઝર્સને પોતાની તરફ આકર્ષવા માટે કંપની નવાં નવાં ફીચર્સનાં ટેસ્ટિંગ કરી યુઝર્સને રિઝવવાના પ્રયાસ કરી રહી છે. વ્હોટ્સએપ એવાં ફીચર પર કામ કરી રહી છે તેની મદદથી એક મોબાઈલ નંબર પરથી બીજા નંબર પર ચેટ માઈગ્રેટ કરી શકાશે. અત્યાર સુધી એન્ડ્રોઈડ ટુ iOS ચેટ માઈગ્રેટ ફીચર કંપની ટેસ્ટિંગ કરી રહી હતી. હવે તેની હરોળમાં આ નવું ચેટ માઈગ્રેશન ફીચર લોન્ચ કરશે. વ્હોટ્સએપનાં ફીચર્સને ટ્રેક કરતી વેબસાઈટ WABetaInfoએ ટ્વીટ કરી તેની માહિતી આપી છે.

આ અપકમિંગ ફીચર એન્ડ્રોઈડ અને iOS બંને યુઝર્સ માટે લોન્ચ થશે. હાલ તે એન્ડ્રોઈડ યુઝર્સ માટે ટેસ્ટિંગ ફેઝમાં છે. નવા સ્માર્ટફોનની ખરીદી કર્યા બાદ કે નવેસરથી નવા મોબાઈલ નંબર સાથે વ્હોટ્સએપ શરૂ કરવા પર યુઝરે તેમની ચેટ હિસ્ટ્રી ગુમાવવાનો વારો આવતો હતો. આ ફીચર લોન્ચ થયાં બાદ આ સમસ્યાનો અંત આવશે. આ નવાં ફીચરથી ખાલી ચેટ જ નહિ બલકે મીડિયા પણ માઈગ્રેટ કરી શકાશે.

iOS અને એન્ડ્રોઈડનું ચેટ માઈગ્રેશન

ટૂંક સમયમાં વ્હોટ્સએપમાં એવું ફીચર આવશે જેનાથી સરળતાથી iOS અને એન્ડ્રોઈડ ડિવાઈસ વચ્ચે ચેટ માઈગ્રેટ કરી શકાશે. હાલ iOS અને એન્ડ્રોઈડ સ્વિચ કરવા પર ચેટ હિસ્ટ્રી જતી રહે છે. આ ફીચર લોન્ચ થયા બાદ યુઝર ચેટ હિસ્ટ્રી સુરક્ષિત રાખીને તેમનું અકાઉન્ટ સ્વિચ કરી શકશે. લીક રિપોર્ટના શેર કરેલા સ્ક્રીન શોટમાં આઈફોન અને એન્ડ્રોઈડને સામસામે દર્શાવાયા છે, આઈફોનમાં Move chats to andtoid featureનો ઓપ્શન જોવા મળે છે. તેથી કહી શકાય કે હાલ વ્હોટ્સએપ આ ફીચરનું ટેસ્ટિંગ કરી રહી છે. તેને ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે.

બાય ડિફોલ્ટ ‘ડિસઅપિયરિંગ મેસેજ’ ફીચર

અત્યાર સુધી આ ફીચર માટે યુઝર્સે મેન્યુઅલી ઇન્ડિવિઝ્યુઅલ ચેટ અથવા ગ્રુપમાં જઈને તેને ઓન કરવું પડતું હતું. હવે આ નવાં ફીચર્સથી યુઝર્સ નવી ચેટ માટે તેને બાય ડિફોલ્ટ સેટ કરી શકશે. આ નવું ફીચર યુઝર સેટિંગમાં જઈને પ્રાઈવસીમાં ડાયરેક્ટલી ફોર ઓલ સિલેક્ટ કરી શકશે.

પહેલાં આ ફીચર iOSનાં બીટા યુઝર્સ માટે લોન્ચ કરવામાં આવશે ત્યારબાદ એન્ડ્રોઈડ બીટા યુઝર્સ માટે લોન્ચ થશે. બંને પર સફળ ટેસ્ટિંગ થયા બાદ તેને ગ્લોબલી લોન્ચ કરવામાં આવશે.

હાલ ડિસઅપિયરિંગ મેસેજ ફીચરમાં માત્ર 7 જ દિવસનો સમય મળે છે. અર્થાત આ ફીચર ઓન કરવા પર 7 દિવસ જૂની ચેટ આપમેળે ડિલીટ થઈ જાય છે. જોકે કંપની આ ટાઈમ લિમિટ ઘટાડી તેને 24 કલાકની પણ કરવા જઈ રહી છે. ટૂંક સમયમાં આ નવું ફીચર પણ લોન્ચ થશે.

‘પ્લેબેક સ્પીડ્સ ફોર વોઈસ મેસેજ’ ફીચર લોન્ચ

વ્હોટ્સએપે તાજેતરમાં જ આ ફીચર બીટા યુઝર્સ માટે લોન્ચ કર્યું છે. આ ફીચરની મદદથી યુઝર વોઈસ મેસેજની સ્પીડ બદલી શકે છે. તેમાં યુઝર્સને વોઈસ મેસેજમાં 1x, 1.5x અને 2xની સ્પીડનો ઓપ્શન મળશે. પહેલાં વોઈસ મેસેજ નોર્મલ સ્પીડમાં સંભળાશે. તેના પર ફર્સ્ટ ટેપ કરતાં સ્પીડ 1x, બીજી વાર ટેપ કરતાં 1.5x અને ત્રીજી વાર ટેપ કરતાં 2x થશે.

આ ફીચરમાં વોઈસ મેસેજની સ્પીડ વધારવાનો ઓપ્શન મળશે. સ્પીડ સ્લો કરવા માટે યુઝર્સને કોઈ ઓપ્શન નહિ મળે. આ ફીચર iOS અને એન્ડ્રોઈડના બીટા વર્ઝન પર અવેલેબલ થતાં કહી શકાય કે વ્હોટ્સએપ ટૂંક સમયમાં તેને ગ્લોબલી લોન્ચ કરી શકે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular