સુરત : પાલિકાના અધિકારીઓની દંડ કરવાની તાનાશાહી સામે રોષ, પેટિયું રળતા બાળકને 400નો દંડ ફટકાર્યો

0
13

કોરોનાના કારણે લોકોના ધંધા રોજગારને ભારે અસર પડી છે. પરિવારને આર્થિક રીતે મદદરૂપ થવા માટે બાળકોએ પણ કમાવાની ફરજ પડી છે. 15 વર્ષના બાળકો પણ હાથલારી લઈને બે રૂપિયા કમાવા માટે રસ્તા પર ઉતરી રહ્યાં છે. જો કે, પાલિકાના અધિકારીઓ તેમને પણ દંડ ફટકારવામાં પાછી પાની ન કરતાં હોવાનું સામે આવ્યું છે. વરાછા કતારગામ વિસ્તારના નામે વાઈરલ થઈ રહેલા વીડિયોમાં પરિવાર માટે પેટિયું રળતા 15 વર્ષના બાળકને 400 રૂપિયાના દંડની સ્લિપ પકડાવી દેવામાં આવે છે. જેથી સામાન્ય લોકોમાં રોષ ફેલાયો છે. આર્થિક રીતે પાયમાલ થયેલા લોકોને સહાનુભૂતિના બે બોલ કહેવાની જગ્યાએ દંડનો હથોડો ઉગામતા પાલિકાના અધિકારીઓ સામે લોકો ફિટકાર વરસાવી રહ્યાં છે.

પાલિકાના અધિકારીઓ દ્વારા સામાન્ય માણસને કરાતા દંડને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો હતો.
(પાલિકાના અધિકારીઓ દ્વારા સામાન્ય માણસને કરાતા દંડને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો હતો.)

 

સામાન્ય લોકોને દંડ સામે વિરોધ

સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહેલા વીડિયોમાં લોકોમાં રોષ ફેલાયો હોવાનું જોવા મળે છે. જાગૃત યુવાન દ્વારા ઉતારવામાં આવી રહેલા વીડિયોમાં સ્થાનિકો કહી રહ્યા છે કે, ગઈકાલે પણ અહિં અધિકારીઓ આવ્યા હતા અને 800 અને 400 રૂપિયાની સ્લિપ આપી ગયા હતાં. આ લોકોને ધંધો કરવો અઘરો થઈ ગયો છે. શાકભાજી અને ફ્રૂટની લારીઓ ચલાવતા સામાન્ય લોકોને થતાં દંડની કાર્યવાહી સામે લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતા બાળકની મદદે સ્થાનિક લોકો આવ્યાં હતાં.
(પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતા બાળકની મદદે સ્થાનિક લોકો આવ્યાં હતાં.)

 

બાળકની ઈમાનદારી દેખાઈ

વીડિયો ઉતારનાર જાગૃત યુવકે રડતા બાળકને દંડના 400ની જગ્યાએ 500 રૂપિયા આપવાનો પ્રયાસ કર્યો તો બાળકે એ લેવાની ના પાડી દીધી હતી. સાથે જ બાળકે એ રૂપિયા કમાઈ લેવાનો નિર્ણય કર્યો હતો. જેથી વીડિયો ઉતારનાર અને સ્થાનિક લોકોએ પણ તેની ઈમાનદારીને બિરદાવી હતી.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here