રાજકારણ : ખેરાલુથી ટિકિટ કપાતાં નારાજ કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહે રાજનીતિમાંથી વિરામ લીધો

0
0

ગાંધીનગર: ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે સોશિયલ મીડિયા મારફતે શુક્રવારે જાહેરજીવન અને રાજનીતિમાંથી વિરામની જાહેરાત કરી. પક્ષની જાતિવાદી રાજનીતિથી કંટાળીને આ નિર્ણય લીધનું જયરાજસિંહે CN24NEWS ને જણાવ્યું હતું. ખેરાલુ વિધાનસભા બેઠક પર યોજાઇ રહેલી પેટાચૂંટણીમાં જયરાજસિંહને ટિકિટની અપેક્ષા હતી. જો કે પાર્ટીએ તેમને બદલે બાબુજી ઠાકોરને ટિકિટ આપી છે અને તેના કારણે તેઓ નારાજ છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ લખીને જયરાજસિંહે કહ્યું કે વ્હાલા મિત્રો જાહેરજીવન અને પક્ષની રાજનીતિથી થાક્યો છું. વિરામની જરૂર લાગે છે. જય માતાજી.

મારી જ્ઞાતિને અન્યાય

કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે જણાવ્યુ હતુ કે, દર ચૂંટણી વખતે પાર્ટી જ્ઞાતિવાદી રાજનીતિથી પ્રેરાઇને આવા નિર્ણયો લે છે. હું અઢાર વર્ષની ઉંમરેથી પાર્ટીના પોસ્ટર લગાવવાના કામ કરું છું. મારી જ્ઞાતિને અન્યાયથી આ નિર્ણય લીધો છે. આ જ કારણથી મારી જ્ઞાતિના ઘણાં નેતા ભાજપમાં જોડાઇ ગયા.

ભાજપમાં જોડાશે?

તેમણે જણાવ્યું કે મેં પાર્ટીમાંથી રાજીનામું આપ્યું નથી પણ નારાજગી વ્યક્ત કરી છે. જો કે ભવિષ્યમાં તેઓ ભાજપમાં જોડાશે કે નહીં તે અંગે વિશેષ ફોડ પાડ્યો નથી. પરંતુ વિધાનસભા ચૂંટણી પૂર્વે આમ બને તેવી શક્યતા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here