અનિલ અંબાણીનો કપરો કાળ: રિલાયન્સ મરીન નાદારી નોંધાવનાર બીજી કંપની બની

0
0

અમદાવાદ : અનિલ અંબાણીની રિલાયન્સ કોમ્યુનિકેશન નાદાર જાહેર થયા હવે ઇટીના રિપોર્ટ અનુસાર બીજી એક કંપની રિલાયન્સ મરીનને પણ નાદારી પ્રકિયા માટે દાખલ કરવામાં આવી છે. રિલાયન્સ મરીન અને ઓફશોર રિલાયન્સ નેવલની સબસિડિયરી કંપની છે જેના શેરની કિંમત માત્ર 1.45 છે. હાલની તારીખે કંપની પર તેના બજારમૂલ્યના 100 ગણા જેટલું દેવું છે.

આ ઉપરાંત રિલાયન્સ નેવલની સબસિડિયરી કંપની રિલાયંસ મેરિન પર આશરે રૂ.1000 કરોડનું દેવું છે તેમજ તેના ઋણદાતાઓમાં IFCI તેમજ અન્ય NBFC પણ સામેલ છે. આ કંપનીઓએ 2017માં નાદારી પ્રક્રિયા માટે અરજી કરી હતી જેને સ્વીકારી લેવામાં આવી છે. આ ઉપરાંત 2018માં IDBIએ કંપની વિરુદ્ધ નાદારી પ્રક્રિયા દાખલ કરવા NCLTમાં અરજી કરી હતી. લેણદારોના લગભગ 90.37 અબજ રૂપિયા બાકી છે અને તેમાં મોટાભાગની ભાગીદારી IDBI બેન્કની છે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વારંવાર આગ્રહ છતાં રિલાયન્સ નેવલ એન્ડ એન્જિનિયિરીંગે રેટિંગની સમીક્ષા માટે જરૂરી જાણકારી આપી નહી અને જેથી તેની રેટિંગની સમીક્ષા કરવામાં આવી નથી.

અનિલ અંબાણીએ વર્ષ 2015માં સંઘર્ષશીલ કંપની પીપાવાવ ડિફેન્સને ખરીદી લીધી હતી અને સરકાર પાસેથી ડિફેન્સ એન્જીનિયરિગ કોન્ટ્રાકટ મેળવવાની આશા રાખતા તેનું નામ બદલીને રિલાયન્સ નેવલ રાખ્યું હતું. રિલાયન્સ નેવલ પાસે ભારતીય નૌસેનાનાં રૂ.2500 કરોડના કોન્ટ્રાકટ હતા જેની સમયમર્યાદા 4 વર્ષ નક્કી કરવામાં આવી હતી તેને બેન્ક ગેરંટી એનકેશ કરવાની નિર્ણય કરવામાં આવ્યો હતો જે રિલાયન્સ નેવલને આપવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here