બુઢ્ઢા હોગા તેરા બાપ! : 63 વર્ષીય અનિલ કપૂરે સ્નાયુબદ્ધ બોડી બનાવ્યું, 60 વર્ષથી પણ મોટા સની- જેકી સહિત આ બોલિવૂડ સ્ટાર્સ યુવાનોને પણ શરમાવે એટલા ફિટ

0
0

63 વર્ષીય અનિલ કપૂરે લોકડાઉનના ખાલી સમયનો ઉપયોગ કરીને જબરદસ્ત બોડી બનાવ્યું છે. તેની ઝલક ઇન્સ્ટા પોસ્ટમાં બતાવી છે જેમાં તેઓ તેના બાઈસેપ્સ દેખાડી રહ્યા છે. અનિલે આ ફોટો શેર કરી લખ્યું કે, જ્યારે તમારા મસલ્સ ફેસથી વધુ સારા દેખાતા હોય.

અનિલ કપૂર તે સેલેબ્સમાંના એક છે જે ઉંમર વધતી હોવા છતાં ઘણા ફિટ દેખાય છે. સાથે જ તે તેના ફિટનેસ પર પણ પૂરું ધ્યાન આપે છે.

https://www.instagram.com/p/CEBks8GhA7K/?utm_source=ig_embed

અનિલ સિવાયના બોલિવૂડ સ્ટાર્સ જેની ઉંમર 50થી વધુ તેમ છતાં એકદમ ફિટ અને ડેશિંગ દેખાય છે.

1. શાહરુખ ખાન – 54 વર્ષ

બોલિવૂડમાં બાદશાહ અને કિંગ ઓફ રોમાન્સ નામથી ફેમસ શાહરુખ ખાને તેના પૂરા ફિલ્મી કરિયરમાં જબરદસ્ત ફિટ બોડી બનાવ્યું હતું. તેણે તેની ઇમેજ બોડી બિલ્ડર જેવી તો ન બનાવી પરંતુ ‘ઓમ શાંતિ ઓમ’માં તેણે સિક્સ પેક એબ્સ બનાવીને બધાને ચકિત કરી દીધા હતા. ત્યારબાદ ‘હેપ્પી ન્યૂ યર’માં પણ તેના સિક્સ પેક એબ્સ દેખાયા હતા. 54 વર્ષની ઉંમરે પણ શાહરુખ ફિટ છે.

2. સલમાન ખાન – 54 વર્ષ

https://www.instagram.com/p/CB6STXQFcCv/?utm_source=ig_embed

સલમાન ખાનની ફિટ બોડી પર તેના ફેન્સ ફિદા છે. સલમાન ઘણીવાર વર્કઆઉટ કરતો હોય તેવા ફોટો શેર કરે છે. સલમાન વ્યસ્ત હોવા છતાં વર્કઆઉટ મિસ નથી કરતો અને જો તેને રાત્રે બે વાગ્યે સમય મળે તો તે ત્યારે પણ જિમમાં એક્સર્સાઇઝ કરવા પહોંચી જાય છે.

3. આમિર ખાન – 55 વર્ષ

બોલિવૂડના મિસ્ટર પરફેક્ટનિસ્ટ આમિર ખાનને પણ જોઈને લાગે નહીં કે તે 55 વર્ષના થઇ ગયા છે. આમિર તેની ફિલ્મો મારફતે ફિટનેસ બતાવે છે. ‘ગજની’માં તેણે સિક્સ પેક બતાવીને બધાને ચકિત કરી દીધા હતા તો ‘દંગલ’માં ફેટ દેખાડ્યા છતાં થોડા મહિના પછી અગાઉ જેવા જ ફિટ થઇ ગયા હતા.

4. જાવેદ જાફરી – 56 વર્ષ

પોતાની એક્ટિંગ, કોમેડી અને અદભુત ડાન્સિંગ સ્કિલ્સથી ફેન્સના દિલમાં રાજ કરનાર 56 વર્ષીય જાફેદ જાફરી પણ ફિટનેસ ફ્રીક છે. થોડા સમય પહેલાં તેણે શર્ટલેસ ફોટો શેર કર્યો હતો જેમાં તેનું ફિટ બોડી દેખાતું હતું.

5. સુનિલ શેટ્ટી – 59 વર્ષ

સુનિલ શેટ્ટી 59 વર્ષની ઉંમરે પણ યુવાનોને શરમાવે એટલા ફિટ છે. સુનિલ તેનાં જિમ સેશનના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે. વધુ ઉંમર હોવા છતાં પણ સુનિલ ઇન્ટેન્સ વર્કઆઉટ મિસ નથી કરતા. તેમને કલાકો સુધી જિમમાં પરસેવો પાડવો ગમે છે.

6. સની દેઓલ – 63 વર્ષ

બોલિવૂડના એક્શન કિંગ સની દેઓલ તેમની દમદાર ફિલ્મો માટે ફેમસ છે. 63 વર્ષની ઉંમર છતાં તેમનામાં વૃદ્ધત્વની છાંટ પણ નથી દેખાતી. આજે પણ એકદમ ફિટ છે જેટલા પહેલાં હતા. સની ફિટનેસને ઘણું મહત્ત્વ આપે છે. તે રોજ એકથી બે કલાક વર્કઆઉટ કરે છે.

7. જેકી શ્રોફ – 63 વર્ષ

https://www.instagram.com/p/BkIFIDsHzyK/?utm_source=ig_embed

ટાઇગર શ્રોફના પિતા જેકી શ્રોફ પણ એકદમ ફિટ રહે છે. દીકરા ટાઈગરે પિતાની સ્નાયુબદ્ધ બોડીનો એક ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો.

ટાઈગરે લખ્યું હતું કે, હું આશા રાખું છું કે હું જ્યારે 60 વર્ષનો થઈ જઈશ તો મારા હીરો જેવો લાગુ. આ ઇમેજ નીચે તેણે લખ્યું હતું દાળ-ભાત ડાયટ અને રિઅલ બાગી. આ ફોટો ઘણો વાઇરલ થયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here