Monday, October 25, 2021
Homeપિતાની 95મી બર્થ એનિવર્સરી પર અનિલ કપૂરની ઈમોશનલ નોટ
Array

પિતાની 95મી બર્થ એનિવર્સરી પર અનિલ કપૂરની ઈમોશનલ નોટ

અનિલ કપૂરના પિતા સુરિંદર કપૂરની 23 ડિસેમ્બરના રોજ 95મી બર્થ એનિવર્સરી છે. અનિલે પિતાની બ્લેક એન્ડ વ્હાઈટ તસવીર શૅર કરીને ઈમોશનલ નોટ લખી છે. એક્ટરે કહ્યું હતું, ‘મને વિશ્વાસ છે કે મારા પિતા આજે પણ મારી અંદર રહે છે. તેમણે અમને જે શીખવ્યું છે, જે પ્રેમ આપ્યો છે, ખાસ કરીને મને લોયલ્ટી, ઈમાનદારી, વિનમ્રતા, સહાનુભૂતિ જેવા ગુણો આપ્યા, તે આજે પણ તેમના રૂપમાં મારી અંદર છે.’

વધુમાં અનિલે કહ્યું હતું, ‘તેમણે હંમેશાં પોતાના બાળકો પર વિશ્વાસ રાખ્યો અને તેમની મનપસંદ કરિયર પસંદ કરવાની આઝાદી આપી. ક્યારેય તેમનું જીવન પોતાની રીતે ચલાવવાનો પ્રયાસ કર્યો નહોતો. અમે ભૂલો કરી, પડીને પછી જાતે જ ઊભા થયા.’

અનિલે છેલ્લે કહ્યું હતું, ‘તેમણે પોતાના બાળકો પર વિશ્વાસ મૂક્યો. સારપની તાકતનો અહેસાસ કરાવ્યો. ઈમાનદારી તથા મહેનતથી કામ કરવું અને જીવનના તોફાનો સહન કરવાનું સાહસ આપ્યું. આભાર પપ્પા. આ સુંદર યાદો અને તમારી પાસેથી મળેલી જીવનભરના મૂલ્યો માટે. તમે હંમેશાં અમારા દિલ તથા મનમાં રહેશો. આજે અને હંમેશાં…’

‘જુગ જુગ જિયો’ના શૂટિંગમાં વ્યસ્ત

અનિલ કપૂરનો 24 ડિસેમ્બરના રોજ 64મો જન્મદિવસ છે. હાલમાં અનિલ કપૂર ચંદીગઢમાં ફિલ્મ ‘જુગ જુગ જિયો’નું શૂટિંગ કરી રહ્યો છે. ફિલ્મમાં અનિલ ઉપરાંત વરુણ ધવન, નીતુ સિંહ તથા કિઆરા અડવાણી છે. આ ફિલ્મને રાજ મહેતા ડિરેક્ટ કરી રહ્યાં છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments