ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી નાં પત્ની અંજલિ રૂપાણીએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો.

0
7

આજથી દેશભરમાં કોરોના વેક્સિનનો બીજો ફેઝ શરૂ થયો છે. સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીની એઈમ્સ હોસ્પિટલ ખાતે કોરોના વેક્સિન લીધી હતી. ત્યાર બાદ હવે મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં પત્ની અંજલિ રૂપાણીએ ભાટ ગામ નજીક આવેલી એપોલો હોસ્પિટલમાં વેક્સિનનો ડોઝ લીધો છે.

વડાપ્રધાન મોદીએ વેક્સિન લીધી

કોરોના વેક્સિનેશનનો બીજો ફેઝ આજથી સામાન્ય લોકો માટે શરૂ થાય એ પહેલાં જ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વેક્સિન લીધી છે. તેમણે આજે સવારે અંદાજે 6.30 વાગે દિલ્હી AIIMSમાં વેક્સિનનો પહેલો ડોઝ લીધો હતો. વડાપ્રધાને સ્વદેશી ભારત બાયોટેકની કોવેક્સિન લીધી છે. તેમને પુડુચેરીની નર્સ પી. નિવેદાએ વેક્સિન લગાવી હતી. આ દરમિયાન જે બીજી નર્સ હાજર હતી તે કેરળની હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વેક્સિન લીધી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વેક્સિન લીધી

 

સરકારી હોસ્પિટલો વેક્સિન ફ્રી

ગુજરાતમાં આજથી વરિષ્ઠ નાગરિકો તથા 45થી 60 વર્ષની વયજૂથના ગંભીર બીમારી ધરાવતા 1.10 કરોડ નાગરિકોને કોરોના સામેની રસી આપવાનું અભિયાન શરૂ થશે. રાજ્ય સરકારે કરેલી જાહેરાત મુજબ, સરકારી હોસ્પિટલો અને રસીકરણ કેન્દ્રો પર આ રસી વિનામૂલ્યે જ્યારે ખાનગી કેન્દ્રો પર 250 રૂપિયાના ખર્ચે રસી અપાશે. હાલ રાજ્ય સરકાર રોજના 5થી 7 હજાર લોકોને રસી અપાય એ અંદાજિત લક્ષ્યાંક સાથે આગળ વધી રહી છે, જોકે આગામી સમયમાં આ આંકડો ખૂબ વધી શકે છે.

રસી પૂરી રીતે સુરક્ષિત, કોઈ આડઅસર નથી: CM

રાજ્ય સરકારનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, નાગરિકોના રસીકરણ માટે કોઇ સમયનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો નથી. કોઇપણ નાગરિકને રસી માટે ફરજ પડાશે નહીં, પરંતુ જે લોકો સ્વેચ્છાએ રસી લેવા આવે તેમને જ રસી અપાશે, તેથી રાજ્યમાં તમામ લક્ષિત નાગરિકોનું રસીકરણ અમુક ચોક્કસ સમયગાળામાં પૂર્ણ થઇ જશે, એવું કહી શકાશે નહીં. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નાગરિકોને વિનંતી કરીને કહ્યું હતું કે ગુજરાતના સૌ વરિષ્ઠ નાગરિકોના સહકારથી આપણું રાજ્ય અગ્રેસર રહેશે. આ રસી પૂરી રીતે સુરક્ષિત છે તેમજ એની કોઈ આડઅસર પણ નથી જ. 60 વર્ષથી વધુની વયના દરેક નાગરિક આ રસીના બે ડોઝ અવશ્ય સમયસર લે અને પોતાની જાતને કોરોનાથી સુરક્ષિત બનાવે.

60 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોને રસી આપવામાં આવશે
60 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોને રસી આપવામાં આવશે

 

બીજા ફેઝમાં કોને-કોને રસી આપવામાં આવશે?

60 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોને રસી આપવામાં આવશે
45 વર્ષથી વધુની વયના ગંભીર બીમારી ધરાવતા લોકો રસી આપી શકશે.
સરકાર દ્વારા ગંભીર બીમારીની યાદી પણ જાહેર કરવામાં આવી છે.
ગંભીર બીમારીવાળા લોકો માટે ડોક્ટરનું પ્રમાણપત્ર આવશ્યક રહેશે
કેન્દ્ર સરકારે આ પ્રમાણપત્રનું ફોર્મેટ પણ બહાર પાડ્યું છે

કેન્દ્ર સરકારે ખાનગી હોસ્પિટલોમાં રસીના ભાવ નક્કી કર્યા

રસીના એક ડોઝ માટે 250 રૂપિયા લેવામાં આવશે.
એમાં રૂ.150 રસીના અને 100 સર્વિસ ચાર્જ થશે.
સરકારી હોસ્પિટલોમાં કોરોના રસી વિનામૂલ્યે આપવામાં આવશે.

બીજા તબક્કામાં 27 કરોડ લોકોને લાભ મળશે

આ નવી ઇમ્યુનાઇઝેશન અભિયાનથી 27 કરોડ લોકોને ફાયદો થશે, 12 હજારથી વધુ સરકારી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને ઇમ્યુનાઇઝેશન ઝડપી બનાવવાનું કામ સોંપવામાં આવ્યું છે, પરંતુ મેક્સ, એપોલો અને ફોર્ટિસ જેવી કેટલીક મોટી ખાનગી હોસ્પિટલો આ અભિયાનમાં જોડાશે નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here