અંકલેશ્વર : 10 વર્ષ બાદ 100 કેદીઓની ક્ષમતા ધરાવતી જેલને ખુલ્લી મુકવામાં આવી

0
0

વર્ષો અગાઉ અંકલેશ્વરના કસ્બાતી વાડ વિસ્તારમાં સબજેલ કાર્યરત હતી. જે 10 વર્ષ પહેલાં પાણીની સમસ્યાના કારણે બંધ થઇ ગઈ હતી. જોકે, આ સમસ્યાનું નિરાકારણ આવ્યા બાદ પુનઃ એકર આ સબ જેલને ખુલ્લી મુકવામાં આવી છે.

કસ્બાતી વાડ જૂની મામલતદાર કચેરી ટેકરા પર અત્યાધુનિક સબ જેલમાં 100 કેદીને રાખવાની ક્ષમતા સાથે 80 પુરુષ અને 20 મહિલા કેદી માટે અલગ અલગ બેરેક બનાવાયા છે. જેલના ઉદ્ઘાટન પ્રસંગે અતિથિ વિશેષ અને સહ ઉદ્ઘાટક તરીકે જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસ વડા સાથે Dysp, SDM,TDO સહિતના ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું. તાલુકા સબ જેલના અધિક્ષક તરીકે મામલતદારની નિમણૂક કરાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here