ભરૂચના ઔદ્યોગિક વિસ્તારમાં ગેસ લાઈનમાં ભંગાણ થવાના કારણે મોટી દુર્ઘટના સામે આવી છે. જેમાં અંકલેશ્વર નજીક ગુજરાત ગેસની લાઈનમાં ભંગાણ થવાની ઘટના સામે આવી છે. જેના કારણે આસપાસના વિસ્તારમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી. એટલું જ નહીં આગના કારણે કરોડોનું નુકસાન પણ થયું છે. અંકલેશ્વ જીઆઇડીસીમાં રાલીઝ ઇન્ડિયા કંપની નજીક ગુજરાત ગેસની લાઈનમાં ભંગાણ થયું છે. જેના કારણે ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી. તેમજ આગના કારણે આસપાસની કંપનીઓમાં અને કેટલાક વિસ્તારોમાં પણ આગની ચપેટમાં આવી ગયા છે.
ગેસની લાઈનમાં ક્યા કારણસર ભંગાણ થયું તેની માહિતી સામે આવી નથી. પરંતુ આગ પર કાબુ મેળવવા માટે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. તેમજ ફાયર ફાયટર દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ સાથે જ ઉદ્યોગોને કરોડોનું નુકસાન થયું છે.
આ ઉપરાંત હાલમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ અંગે માહિતી સામે આવી નથી. પરંતુ આસપાસની કંપનીઓમાં પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. તેમજ કેટલાંક રહેણાંક વિસ્તારોમાં પણ નુકસાન થયું છે. જ્યારે ફાયરની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.