વીરપુર : જલારામ મંદિરનું અન્નક્ષેત્ર 200 વર્ષ પછી પહેલીવાર કોરોના વાઇરસને કારણે ના બંધ

0
16

રાજકોટ: જગ વિખ્યાત વીરપુરમાં આવેલા જલારામ બાપાના મંદિરનું અન્નક્ષેત્ર કોરોના વાઇરસને કારણે 22 માર્ચે બંધ રહ્યું છે. જલારામ બાપાએ ‘દેને કો ટુકડા ભલા લેને કો હરિ નામ’ના સુત્રને જીવનમંત્ર બનાવ્યું હતું. કોઈ પણ દાન વગર 200 વર્ષથી અવિરતપણે ભૂખ્યાને ભોજન આપવામા આવી રહ્યપં છે. 200 વર્ષ પછી આજે 22 માર્ચના રોજ મંદિરનું અન્નક્ષેત્ર બંધ રાખવામાં આવ્યું છે.

કુદરતી આફતોમાં પણ મંદિર કે અન્નક્ષેત્ર બંધ થયું નથી

ગુજરાતમાં કે ભારતમાં ગમે તેવી પરિસ્થિતિ હોય કે કુદરતી આફતો હોય પરંતુ આ મંદિરનું અન્નક્ષેત્ર ક્યારેય બંધ રાખવામાં આવ્યું નથી. ભૂકંપ અથવા તો પૂજ્ય બાપાના પરિવારજનોમાં કોઈ પણનો દેહવિલય થયો હોય ત્યારે પણ કોઈ દિવસ પૂજ્ય બાપાનું મંદિર કે બાપાનું અન્નક્ષેત્ર બંધ નથી રહ્યું. પરંતુ લોકોના હિતમાં મંદિર દ્વારા પહેલીવાર આ નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસની મહામારી ફેલાઈ રહી છે ત્યારે પ્રધાનમંત્રી મોદીએ સમગ્ર દેશની પ્રજાને રવિવારના રોજ જનતા કર્ફ્યુની અપીલ કરી હતી. જેને આજે રાજ્યમાં પૂરૂ સમર્થન મળી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here