તક્ષશિલા અગ્નિકાંડ : સુરતની હૃદયદ્રાવક ઘટનાની વરસી ! આખો દેશ ડૂબ્યો હતો શોકમાં

0
5

અગ્નિકાંડને એક વર્ષ વીત્યુ હોવા છતાં ભોગ બનનારની આંખમાંથી ન તો આંસુ અટક્યા છે ન તેમને પોતાના વ્હાલસોયાની ખોટનો ન્યાય મળ્યો

સુરતના તક્ષશિલા અગ્નિકાંડમાં 22 જેટલા માસૂમ વિદ્યાર્થીઓ હોમાઈ ગયા હતા. આ ઘટનાને એક વર્ષ વિતી ગયા છે. સુરતના સરથાના વિસ્તારમાં થયેલ તક્ષશિલા અગ્નિ કાંડે દેશભરને હચમચાવી દીધો હતા. આ અગ્નિકાંડમાં ૨૨ જેટલા માસુમ વિધાર્થીઓના કરૂણ મોત નિપજ્યા હતા. અગ્નિકાંડને એક વર્ષ વીત્યુ હોવા છતાં ભોગ બનનારની આંખમાંથી ન તો આંસુ અટક્યા છે ન તેમને પોતાના વ્હાલસોયાની ખોટનો ન્યાય મળ્યો છે.

દ્રશ્યો જોઈને અનેક લોકોની આંખમાં આવી ગયા હતા આસું

આ ઘટનાના દ્રશ્યો જોઈને અનેક લોકોની આંખમાં આસું આવી ગયા હતા. એ ગોઝારો દિવસ કોઈ પણ ભૂલી શકે તેમ નથી.. એક બે નહીં પરંતુ 22 નિર્દોષોએ પોતાના જીવ ગુમાવ્યા હતાં, એક તરફ બિલ્ડિંગના ચોથા માળેથી જીવ બચાવી વિદ્યાર્થીઓ કુદી રહ્યા હતાં, તો બીજી તરફ 16 જેટલા માસુમો આગની જ્વાળામાં લપટાઈ ચુક્યા હતા.

સૂરત સહિત દેશભરમાં પડ્યા હતા પડઘા

જોત જોતામાં 22 બાળકો આગમાં બળીને ભડથું થઇ ગયા હતા જોકે આ ઘટનાએ લઇને સુરત સહિત સમગ્ર દેશ જાણે શોકમાં ફેરવાઈ ગયું હતું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત રાજનેતાઓ, સેલિબ્રિટીઓ અનેક લોકોએ આ ઘટનાને ગંભીર ગણાવી હતી.  આ ઘટનામાં નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશન એટલે કે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે ગુજરાત સરકારને નોટિસ પાઠવી અને જવાબ માગ્યો હતો.

મનપાના કર્મચારીઓને કર્યા સસ્પેન્ડ, 10 લોકોની ધરપકડ

આ તક્ષશિલા અગ્નિકાંડ ઘટનાને પગલે બે બિલ્ડરોની ધરપકડ થઈ હતી. સુરત મનપાના અધિકારીઓની પૂછપરછ શરૂ કરવામાં હતી. બે બિલ્ડર હરસુલ વેકરિયા અને જીગ્નેશ પાઘડાળની ધરપકડ થઈ હતી. મનપાના કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા હતા. બે ફાયર કર્મચારીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. સુરતના મોટેભાગના ડોમ અને ગેરકાયદે બાંધકામ દૂર કર્યા હતા. અલગ અલગ વિભાગના કુલ 10 કર્મચારીઓની ધરપકડ થઈ હતી.

દીવા પ્રગટાવી તમામને શ્રદ્ધાંજલિ આપશે

સુરત સહિત દેશને રડાવનાર આ અગ્નિકાંડનું આજે એક વર્ષ પૂર્ણ થયું છે. ત્યારે આજે શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. તેમના પરિવારજનો પોતાના ઘરે દીવા પ્રગટાવી તમામને શ્રદ્ધાંજલિ આપશે. આ સાથે અગ્નિકાંડના આરોપીઓને સજા મળે તેવી માગ પણ કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here