કોરોના પર સરકાર ગંભીર : કોરોના સામે લડી રહેલા સ્વાસ્થ્ય કર્મચારીઓ માટે 50 લાખના વીમાની જાહેરાત

0
14

નવી દિલ્હી: નાણાંમંત્રી નિર્મલા સીતારમણ અત્યારે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યાં છે. તેમણે કોરોના સામે લડાઇમાં મદદ કરી રહેલા સ્વાસ્થ્ય કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમના માટે 50 લાખ રૂપિયાના મેડિકલ વીમાની જાહેરાત કરી છે. તેમાં આશા વર્કર, પેરામેડિકલ સ્ટાફ, ટેક્નિકલ સ્ટાફ, ડોક્ટર સહિતના કર્મચારીઓનો સમાવેશ થાય છે. તેનાથી 20 લાખ જેટલા કર્મચારીઓને લાભ મળશે.

જાહેરાતો

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનામાં ભોજન અને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર આપવામાં આવશે

આ પેકેજ 1 લાખ 70 હજાર કરોડનું છે.

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનામાં 80 કરોડ ગરીબ લોકોને ભોજન આપવાની વ્યવસ્થા કરવામાં આવશે. કોઇ ગરીબ ભૂખ્યુ ન રહે તેથી દરેક વ્યક્તિને  5 કિલો ઘઉં અથવા ચોખા આગામી ત્રણ મહિના માટે આપવામાં આવશે. તે સિવાય તેમને અગાઉ જે પાંચ કિલોનો જથ્થો મળે છે તે પણ મળશે.

1 કિલો પસંદગીની દાળ પરિવાર દીઠ આગામી ત્રણ મહિના માટે અપાશે. પણ અપાશે.

અમેરિકાએ સૌથી મોટું રાહત પેકેજ જાહેર કર્યું, ઓછી આવકવાળા લોકોને 90 હજાર રૂપિયા મળશે

મનરેગામાં દૈનિક મજૂરી 182 રૂપિયાથી વધારીને 200 રૂપિયા કરવામાં આવી છે. 5 કરોડ પરિવારોને ફાયદો થશે.

8.69 કરોડ ખેડૂતોને કિસાન સન્માન નિધિનો તાત્કાલિક ફાયદો મળશે

ખેડૂતોના ખાતામાં 2000ની પહેલો હપ્તો એપ્રિલના પહેલા અઠવાડિયામાં જ નાખી દેવાશે.

વિધવા, વૃદ્ધ અને દિવ્યાંગોને વધારાના 1000 રૂપિયા આગામી ત્રણ મહિના માટે મળશે. ત્રણ કરોડ વિધવા અને દિવ્યાંગોને તેનો લાભ મળશે. આ પૈસા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા તેમના ખાતામાં જશે.

20 કરોડ મહિલા જનધન અકાઉન્ટ હોલ્ડરને વધારાના 500 રૂપિયા આગામી ત્રણ મહિના માટે મળશે જેથી તેમને ઘરના કામકાજમાં સહાયતા મળે.

ઉજ્જવલા યોજના અંતર્ગત લાભાર્થીઓને આગામી ત્રણ મહિના માટે મફતમાં સિલિન્ડર આપવામાં આવશે. 8 કરોડથી વધુ મહિલાઓને ફાયદો થશે.

પ્રોવિડન્ટ ફન્ડ સ્કીમ રેગ્યુલેશનમાં અમેન્ડમેન્ટ કરવામાં આવશે. ઓર્ગેનાઇઝ્ડ સેક્ટરમાં કર્મચારીઓ તેમના પીએફનું 75 ટકા એડવાન્સમાં લઇ શકે છે. 75 ટકા એડવાન્સ અથવા ત્રણ મહિનાનો પગાર, બેમાંથી જે ઓછું હોય તે લઇ શકે છે.

આગામી બે મહિના દરમિયાન સંગઠિત ક્ષેત્રમાં જ્યાં 100થી ઓછા કર્મચારી છે અને જેનો પગાર 15 હજાર કે તેનાથી ઓછો છે તેમના બે મહિના સુધીના પીએફની રકમ સરકાર જમા કરશે. પીએફમાં 12 ટકા રકમ કંપની અને 12 ટકા રકમ કર્મચારી દ્વારા એડ થાય છે. આ રીતે 24 ટકા રકમ સરકાર ભરશે. તેમાં 4 લાખથી વધુ સંસ્થાઓના કર્મચારીઓને લાભ મળશે.

અમેરિકાએ બુધવારે 2 લાખ કરોડ ડોલર (લગભગ 151 લાખ કરોડ રૂપિયા)ના રાહત પેકેજની જાહેરાત કરી હતી

  • 25 હજાર કરોડ ડોલરનું ફન્ડ એવા લોકો માટે છે જેમની નોકરી કોરોનાવાયરસના લીધે જતી રહી છે અથવા તો રોજગારી પ્રભાવિત થઇ છે. આવા લોકોને સરકાર સીધા ચેક મોકલશે.
  • 35 હજાર કરોડ ડોલર ઇમરજન્સી લોન ફન્ડ અમેરિકાની નાની કંપનીઓ માટે છે જેથી તેમનો વેપાર બંધ ન થાય
  • 25 હજાર કરોડ ડોલરનું ફન્ડ એમ્પ્લોયમેન્ટ ઇન્શ્યોરન્સ બેનિફિટ તરીકે જાહેર કરાશે
  • 50 હજાર કરોડ ડોલરનું ફન્ડ સંકટમાં આવેલી કંપનીઓને લોન તરીકે જાહેર કરવામાં આવશે
  • ડીલમાં એક ખાસ જોગવાઇ પણ છે. તેનાથી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, તેમના પરિવારના કોઇ સભ્ય, કોંગ્રેસના કોઇ સભ્ય આ પેકેજની રકમમાંતી લોન કે કોઇ રોકાણ મેળવી નહીં શકે. આ જોગવાઇ ફન્ડનો ખોટો ઉપયોગ રોકવા માટે કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here