Friday, May 16, 2025
HomeબોલીવૂડBOLLYWOOD : ફવાદ, માહિરા ખાન સહિતના કલાકારોના બહિષ્કારનું એલાન

BOLLYWOOD : ફવાદ, માહિરા ખાન સહિતના કલાકારોના બહિષ્કારનું એલાન

- Advertisement -

ઓલ ઇન્ડિયા સિને વર્કર્સ એસોસિયેશને પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાન અને માહિરા ખાનના બહિષ્કારનું  એલાન આપ્યું છે. આ કલાકારોએ ભારતના  ઓપરેશન સિંદુરની  નિંદા કરતી સોશિયલ મીડિયા પોસ્ટ મૂકી હતી.

એસોસિએશને ભારતીય કલાકારો તથા  નિર્માતાઓને માત્ર ભારત જ નહિ  પરંતુ વિશ્વમાં ક્યાંય પણ આ કલાકારો સાથે કોઈ પ્રકારના પ્રોજેક્ટમાં સામેલ નહિ  થવા કે તેમને સામેલ નહિ કરવા  ચેતવણી આપી છે.

ઉલ્લેખનીય છે કે આ કલાકારો  પર અગાઉ પુલવામા એટેક બાદ પણ ભારતમાં  ફિલ્મોમાં કામ કરવા  પર પ્રતિબંધ મૂકાયો હતો. જોકે, બાદમાં અદાલતના ચુકાદાને પગલે આ પ્રતિબંધ ઉઠાવી લેવાયો હતો.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular