પાકિસ્તાન સામેની ટી-૨૦ સીરીઝ માટે ઇંગ્લેન્ડ ટીમની જાહેરાત

0
7

પાકિસ્તાન સામે ત્રણ મેચની ટેસ્ટ સીરીઝ બાદ ઇંગ્લેન્ડ ટીમને ટી-૨૦ સીરીઝમાં રમવાની છે. ત્રણ મેચની ટી-૨૦ સીરીઝની શરૂઆત ૨૮ ઓગસ્ટથી થશે. આ સીરીઝ માટે ઇંગ્લેન્ડે પોતાની ૧૪ સભ્યોની ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે, જેમાં ઝડપી બોલર ક્રીસ જોર્ડન અને ડાબા હાથના બેટ્સમેન ડેવિડ મલાનની ટીમમાં વાપસી થઈ છે. આ બંને ખેલાડીઓ ઈજાનો સામનો કરી રહ્યા હતા અને આર્યલેન્ડ સામે વનડે સીરીઝમાં ટીમના ભાગ નહોતા.

ઇયોન મોર્ગનની કેપ્ટનશીપમાં ઇંગ્લેન્ડે જોની બેયરસ્ટો, ટોમ બેંટન, સેમ બિલિંગ્સ, જો ડેનલી, ડેવિડ મલાન જેવા બેટ્સમેનોને જગ્યા આપી છે. જ્યારે ટીમમાં મોઈન અલી, ટોમ કરન, ડેવિડ વિલી જેવા ઓલરાઉન્ડર પણ છે. તેના સિવાય લુઇસ ગ્રેગરી, ક્રિસ જોર્ડન, સાકિબ મહમૂદ, આદીલ રશીદ જેવા બોલર પણ ટીમમાં સામેલ છે.

ઇંગ્લેન્ડની ટી-૨૦ ટીમ આ પ્રકાર છે : ઇયોન મોર્ગન, મોઈન અલી, જોની બેયરસ્ટો, ટોમ બેંટન, સેમ બિલિંગ્સ, ટોમ કરન, જો ડેનલી, લુઇસ ગ્રેગરી, ક્રીસ જોર્ડન, સાકીબ મહમૂદ, ડેવિડ મલાન, આદીલ રશીદ, જેસન રોય, ડેવિડ વિલી.

તમને જણાવી દઈએ કે, પાકિસ્તાન અને ઇંગ્લેન્ડની વચ્ચે ટી-૨૦ સીરીઝની શરૂઆત ૨૮ ઓગસ્ટથી થશે. પ્રથમ મેચ માન્ચેસ્ટરમાં રમાશે. બીજી ટી-૨૦ મેચ ૩૦ ઓગસ્ટ અને ત્રીજી અને અંતિમ ટી-૨૦ મેચ ૧ સપ્ટેમ્બરના રમાશે. તમને જણાવી દઈએ કે, આ ત્રણે મેચમાં માન્ચેસ્ટરમાં રમાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here