બિગ અનાઉન્સમેન્ટ : પ્રભાસની 22મી ફિલ્મની જાહેરાત, મેગા બજેટ એક્શન ફિલ્મ ‘આદિપુરુષ’ વર્ષ 2022માં રિલીઝ થશે

0
0

મુંબઈ. પ્રભાસ ડિરેક્ટર ઓમ રાઉત તથા પ્રોડ્યૂસર ભૂષણ કુમારની મેગા બજેટ ફિલ્મ ‘આદિપુરુષ’માં જોવા મળશે. આ પ્રોજેક્ટની જાહેરાત આજે એટલે કે 18 ઓગસ્ટના રોજ કરવામાં આવી હતી. આ ફિલ્મ ‘રામાયણ’ પર આધારિત હશે અને ફિલ્મ 3Dમાં બનાવવામાં આવશે. પ્રભાસના કરિયરની આ 22મી ફિલ્મ છે.

પ્રભાસે ફિલ્મ અંગે કહ્યું હતું, દરેક રોલ તથા દરેક પાત્ર એક અલગ પડકાર સાથે આવે છે પરંતુ આ ફિલ્મનું પાત્ર એક અલગ જવાબદારી તથા ગર્વ સાથે આવ્યું છે. મને વિશ્વાસ છે કે દેશના યુવાનો આ ફિલ્મ પ્રત્યે પ્રેમ બતાવશે.

https://www.instagram.com/p/CEAzfr8Jpyp/?utm_source=ig_embed

પ્રભાસ સાથે કામ કરવા અંગે ડિરેક્ટર ઓમ રાઉતે કહ્યું હતું કે તેઓ ખુશ છે કે પ્રભાસે તેની ફિલ્મમાં કામ કરવાની હા પાડી. ભૂષણ કુમારે હંમેશાં સપોર્ટ આપ્યો છે. તેઓ આ સફરની શરૂઆત ઉત્સાહ તથા ગર્વ સાથે કરી રહ્યાં છે અને દર્શકોને આ પહેલાં ક્યારેય ના થયો હોય તેવો અનુભવ આ ફિલ્મથી થશે.

પ્રભાસ તથા ભૂષણ કુમાર ‘આદિપુરુષ’માં ત્રીજીવાર સાથે કામ કરશે. આ પહેલાં બંનેએ ‘સાહો’ તથા ‘રાધેશ્યામ’માં સાથે કામ કર્યું હતું. ઓમ રાઉતે અજય દેવગન તથા સૈફ અલી ખાન સ્ટારર ફિલ્મ ‘તાન્હાજી’ ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપર હિટ રહી હતી.

હાલમાં ‘આદિપુરુષ’ પ્રી-પ્રોડક્શનના સ્ટેજ પર છે અને આવતા વર્ષે ફિલ્મ ફ્લોર પર જશે અને 2022માં રિલીઝ થશે. ફિલ્મના બાકીના કલાકારોની હજી જાહેરાત કરવામાં આવી નથી. જોકે, માનવામાં આવે છે કે ફિલ્મમાં મહત્ત્વના રોલમાં બોલિવૂડના જાણીતા કલાકારો જોવા મળશે. આ ફિલ્મ તેલુગુ તથા હિંદીમાં બનશે અને તમિળ, મલયાલમ, કન્નડ તથા અન્ય વિદેશી ભાષામાં ડબ કરવામાં આવશે.

પ્રભાસ-દીપિકા સાથે કામ કરશે

ડિરેક્ટર નાગ અશ્વિનની ફિલ્મમાં પ્રભાસ તથા દીપિકા પાદુકોણ પહેલી જ વાર સાથે જોવા મળશે. આ ફિલ્મને વૈજયંતી મૂવીઝ પ્રોડ્યૂસ કરશે. હાલમાં આ ફિલ્મને ‘પ્રભાસ 21’ તરીકે જાહેર કરવામાં આવી છે. પ્રભાસના કરિયરની આ 21મી ફિલ્મ છે અને તેથી જ ફિલ્મને ‘પ્રભાસ 21’ કહેવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here