અરવલ્લી : કોરોના ઈફેક્ટ : બાયડ નગરમાં શનિવાર રવિવારે સ્વંયભુ લોકડાઊનની જાહેરાત.

0
2

અરવલ્લી જિલ્લામાં કોરોના ઈફેક્ટ જોવા મળી છે..બાયડ નગરમાં શનિવાર રવિવારે સ્વંયભુ લોકડાઊનની જાહેરાત કરી છે.અરવલ્લી જીલ્લા સહિત બાયડ તાલુકામાં વધી રહેલા કોરોના સંક્રમણના પગલે બાયડ નગરના વેપારીઓની તાકિદે મળેલી બેઠકમાં શનિવારે અને રવિવારે બાયડના બજારોમાં સ્વંયભુ લોકડાઊનનો નિર્ણય કરવામાં આવ્યો છે.

સાથે સાથે આગામી 10 દિવસ સુધી બાયડ ના બજારો સવારે 7.00 કલાકથી સાંજે 3.00 કલાક સુધી જ ખુલ્લા રહેશે. બાયડ નગરમાં કોરોના સંક્રમિત કેસોની સંખ્યામાં ઉછાળો આવતાં આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે. વેપારીઓ તથા ગ્રાહકોને આકર્ષવા કોવિડ 19ની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવા માટે પણ અપીલ કરવામાં આવી છે.

 

રિપોર્ટર : ઋતુલ પ્રજાપતિ, CN24NEWS. અરવલ્લી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here