ઍનાઉન્સમૅન્ટ : વિદ્યા બાલનની બીજી ફિલ્મ ‘શેરની’ એમેઝોન પ્રાઈમ પર આવતા મહિને થશે રિલીઝ

0
2

વિદ્યા બાલનની બીજી ફિલ્મ ‘શેરની’ એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થશે. આ ફિલ્મ આવતા મહિને ગ્લોબલ પ્રીમિયરથી સ્ટ્રીમ કરવામાં આવશે. ફિલ્મમાં વિદ્યા બાલન ઉપરાંત શરદ સક્સેના, મુકુલ ચઢ્ઢા, ઈલા અરૂણ, બ્રજેન્દ્ર કાલા તથા નીરજ કાબી જેવા એક્ટર્સ છે.

વિદ્યાના રોલની વાત કરીએ તો તે સ્ટ્રોંગ મહિલા ઓફિસરની ભૂમિકામાં છે. તે ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પોતાની ફરજ નિભાવવાનો પ્રયાસ કરે છે.

રિલીઝ ઍનાઉન્સમૅન્ટની સાથે વિદ્યા બાલનનો લુક શૅર કરવામાં આવ્યો

એમેઝોન પ્રાઈમ વીડિયો ઈન્ડિયાના પ્રેસિડન્ટ વિજય સુબ્રમણિયમે કહ્યું હતું કે છેલ્લાં કેટલાંક વર્ષમાં ટી સિરીઝે પોતાના લેટેસ્ટ તથા રસપ્રદ વાર્તાઓ રજૂ કરી છે. ‘શકુંતલા દેવી’ની સફળતા બાદ હવે વિદ્યા બાલનની ‘શેરની’ અંગે તેઓ ઉત્સાહી છે. આ ફિલ્મમાં ચાહકોને એન્ડવેન્ચર જોવાની મજા આવશે.

ટી સિરીઝના ભૂષણ કુમારે કહ્યું હતું કે તેમને અત્યાર સુધી જેટલી પણ ફિલ્મ પ્રોડ્યૂસ કરવાની તક મળી, તેમાંથી ‘શેરની’ એકદમ અલગ છે.

નોંધનીય છે કે ‘શેરની’ને અમિત મુસરકરે ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં વિદ્યા બાલન વન અધિકારીના રોલમાં છે. આ ફિલ્મ અલગ અલગ કારણોને લીધે વિવાદમાં રહી હતી. પહેલાં એવી ચર્ચા હતી કે મધ્યપ્રદેશના એક નેતાએ વિદ્યા બાલનને ડિનર માટે ઈન્વાઈટ કરી હતી, પરંતુ એક્ટ્રેસે ના પાડી દીધી હતી અને પછી વિવાદ થયો હતો. આ ઉપરાંત શૂટિંગ દરમિયાન એક્ટર વિજય રાજે છેડતી કરી હોવાની ઘટના સામે આવી હતી અને આ કેસમાં વિજય રાજની ધરપકડ પણ કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here