અખિલેશ યાદવે એલાન કરતા કહ્યું કે, “હું કોરોનાની વેક્સિન નહીં લગડાવવું. આ વેક્સિન તો ભાજપવાળાઓની છે”

0
6

દેશભરમાં કોરોના વેક્સિનને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે. વેક્સિનેશન માટે કેન્દ્ર સરકારે આજે દેશના દરેક રાજ્યોમાં કોરોના વેક્સિનની ડ્રાઈ રનનો નિર્ણય કર્યો છે. ત્યારે આ વચ્ચે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને UPના પૂર્વ CM અખિલેશનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. અખિલેશ યાદવે કહ્યું કે તે કોરોનાની વેક્સિન નહીં લગડાવે. જે અંગેનું કારણ આપતાં તેઓએ વેક્સિનને ભાજપની વેક્સિન ગણાવી તેના પર વિશ્વાસ ન હોવાનું જણાવ્યું છે. અખિલેશના આ નિવેદન પર ભાજપના નેતાઓએ કડક પ્રતિક્રિયા આપી છે.

અખિલેશ યાદવે એલાન કરતા કહ્યું કે, “હું કોરોનાની વેક્સિન નહીં લગડાવવું. આ વેક્સિન તો ભાજપવાળાઓની છે. હું તેના પર કઈ રીતે વિશ્વાસ કરી શકુ છું. 2022માં જ્યારે અમારી સરકાર આવશે તો બધાંને ફ્રી કોરોના વેક્સિન મળશે.”

મહામારીને લઈને ભાજપ પર કટાક્ષ

અખિલેશ યાદવા કટાક્ષ કરતા વધુમાં કહ્યું કે, “ભાજપ સરકારમાં કોરોના માત્ર વિપક્ષ માટે જ છે. કોરોનાની આડમાં ભાજપ મોંઘવારી, ભ્રષ્ટાચાર અને પોતાની નિષ્ફળતા છુપાવવા માગે છે. સપાની સરકાર બનશે તે બાદ તમામ લોકોને નિઃશુલ્ક કોરોના વેક્સિન મળશે.”

અખિલેશ પર ભાજપના નેતાઓએ સાધ્યું નિશાન

સપા અધ્યક્ષના નિવેદન પર કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે નિશાન સાધ્યું છે, તેઓએ કહ્યું કે, “PM મોદીએ જાન હૈ તો જહાન હૈની વાત કરી છે. કોરોના વેક્સિન માટે વિશ્વભરના વૈજ્ઞાનિક રાતદિવસ એક કરીને કામ કરે છે જેથી ઓછામાં ઓછા લોકોના જીવ જાય. અખિલેશ યાદવ પોતાની ડૂબતી રાજનીતિને બચાવવા માટે દુર્ભાગ્યપૂર્ણ નિવેદનબાજી કરી રહ્યાં છે.”

અખિલેશના નિવેદન કેશવ મોર્યનો પલટવાર

UPના ડેપ્યુટી CM કેશવ મોર્યે પણ પલટવાર કર્યો છે. તેઓએ કહ્યું કે, “અખિલેશ યાદવને વેક્સિન પર વિશ્વાસ નથી અને ઉત્તરપ્રદેશના લોકોને અખિલેશ યાદવ પર ભરોસો નથી. વેક્સિન પર સવાલ ઉઠાવવો તે વૈજ્ઞાનિકનું અપમાન સમાન છે, આવા નિવેદનને લઈને તેઓએ માફી માગવી જોઈએ. “

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here