પીળા નખથી છો પરેશાન ? આ ઘરેલૂ નુસખાઓથી થશે ફાયદો

0
12

સુંદર હાથોની સાથે સાથે મહિલાઓ માટે તેમના નખની સુંદરતા પણ તેટલી જ અગત્યની છે. બાજુમાંથી કપાયેલા, પીળા પડી ગયેલા, ગંદા નખ ન માત્ર હાથની સુંદરતા ઓછી કરે છે, પરંતુ તે તમારી તંદુરસ્તી પર પણ માઠી અસર કરે છે. આથી તેની જાળવણી કરવી એટલી જ જરૂરી છે, જેટલી હાથોની જાળવણી કરવી.

ઘણી વાર સસ્તી નેઈલ પેઈન્ટ પણ નખને નુકસાન પહોંચાડે છે. તેના કારણે નખ પર ફંગસ લાગવાની સાથે પણ પીળા પડી જવાની સમસ્યા પણ થાય છે. જે તમારા હાથની સુંદરતા બગાડે છે. જોઈએ નખની જાળવણી કરવાના ઘરેલુ ઉપચાર…

નખની પીળાશને દૂર કરવા માટે લસણને કચડીને પોતાના નખ પર ઘસવી. બે મિનિટ પછી તેને ટિસ્યૂ પેપરથી લૂંછી નાખવું. અઠવાડિયામાં બે વાર લસણનો આ રીતે ઉપયોગ કરવાથી નખની સુંદરતા વધશે.

અડધી ચમચી બેકિંગ સોડામાં અડધી ચમચી લીંબૂનો રસ મેળવીને નખ પર લગાવવુ અને ધીમા હાથે તેનાથી મસાજ કરવું. ત્યારબાદ તેને દસ મિનિટ પછી હુંફાળા પાણીથી હાથને ધોઈ લેવા.

વિનેગર નખની પાળાશ દૂર કરે છે. એક કપ હુંફાળા પાણીમાં એક ચમચી સફેદ વિનેગર નાખવું. તેમાં તમારી આંગળિઓ 10 મિનિટ બોળી રાખવી. ત્યારબાદ હાથને સાફ પાણીથી ધોઈ લેવા અને સારી કંપનીનું મોઈશ્ચરરાઈઝર લગાવવું. તેનાથી હાથ મુલાયમ રહેવાની સાથે સાથે નખ પણ સુંદર બનશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here