નારાજ સુરેશ રૈના CSK સાથે તમામ સંબંધો કાપી દેવાના મૂડમાં, આપી દીધા સંકેત

0
5

ભારતીય ટીમનો પૂર્વ બેટ્સમેન સુરેશ રૈના અત્યારે આઈપીએલમાં નથી રમી રહ્યો, પરંતુ તેમ છતા તે સતત સમાચારમાં છે. ક્રિકેટ પ્રેમીઓ ચેન્નઈ સુપર કિંગ્સની સતત હાર બાદ સુરેશ રૈનાને પાછો લાવવાની વાત કહી રહ્યા છે, પરંતુ એવું લાગી રહ્યું છે કે સુરેશ રૈના અને ચેન્નઈ સુપર કિંગ્સના રસ્તા અલગ અલગ થઈ ગયા છે. રૈનાએ સીએસકેને ટ્વિટર પર અનફૉલો કરી દીધું છે. સમાચાર પ્રમાણે રૈનાએ શનિવારથી સીએસકેને ફૉલો કરવાનું બંધ કરી દીધું છે.

કોચ સ્ટીફન ફ્લેમિંગે સ્વીકાર્યું, CSKને રૈનાની ખોટ

 

ઉલ્લેખનીય છે કે સુરેશ રૈના આ વખતે આઈપીએલ શરૂ થવાથી ઠીક પહેલા વ્યક્તિગત કારણોસર પાછો આવી ગયો હતો, પરંતુ ત્યારબાદ ચેન્નઈ સુપર કિંગ્સના માલિક એન. શ્રીનિવાસને રૈનાના આ નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી હતી. શુક્રવારના ચેન્નઈની સતત બીજી હાર બાદ સોશિયલ મીડિયા પર ફેન્સ રૈનાના પુનરાગમની માંગ કરી રહ્યા છે. ટીમના કોચ સ્ટીફન ફ્લેમિંગે પણ રવિવારના દિલ્હી કેપિટલ્સ સામેની હાર બાદ કહ્યું હતુ કે રૈના અને રાયડૂ ના હોવાના કારણે ટીમ વિખેરાઈ ગઈ છે. તો રૈનાના પુનરાગમન પર સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને કહ્યું કે રૈનાનું પુનરાગમન મુશ્કેલ લાગી રહ્યું છે.

ટીમના માલિક રૈનાથી નારાજ

કહેવામાં આવે છે કે ટીમના સીઆઈઓની વાત સાંભળ્યા બાદ રૈનાએ સીએસકેને ટ્વિટર પર અનફૉલો કરી દીધું છે. રૈનાએ શનિવારના એક ટ્વીટ કર્યું જ્યાં તે મા વૈષ્ણોદેવીમાં જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી રૈના સતત કાશ્મીરમાં ટ્રેનિંગ કરતો જોવા મળી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આઈપીએલ છોડીને આવવાથી ટીમના માલિક એન. શ્રીનિવાસન તેનાથી નારાજ છે.