બનાસકાંઠા : લાખણી પ્રેસ કલબ ની વાર્ષિક સાધારણ સભાની બેઠક યોજાઇ.

0
15

લાખણી પ્રેસ ક્લબના પ્રમુખ તરીકે સર્વાનુમતે શાંતિભાઇ સુથાર અને મંત્રી તરીકે નરસિંહભાઇ પ્રજાપતિની વરણી કરાઈ

લાખણી:- લાખણી મીડિયા એસોસિએશનની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. જેમાં સંગઠનને લઈને ઘણી બધી ચર્ચાઓ કરવામાં આવી તેમજ આવનાર સમયમાં લાખણી પ્રેસ કલબ દ્વારા રચનાત્મક અને સેવાકીય કાર્યો કરવાની પણ ચર્ચા કરાઇ હતી. ત્યારબાદ નવીન પ્રમુખ તરીકેની વરણી કરવા બાબતે પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં ચર્ચાના અંતે સર્વાનુમતે નવા પ્રમુખ તરીકે શાંતિભાઈ સુથાર અને મંત્રી તરીકે નરસિંહભાઇ પ્રજાપતિની વરણી કરવામાં આવી હતી પ્રમુખ અને મંત્રી ની વરણી કરતાં તમામ મિત્રોએ મોં મીઠું કરાવીને તેમનું સન્માન કર્યુ હતું. આ બેઠકમાં ભરતભાઈ દવે, ભલજીભાઇ રાજપુત, મુકેશભાઈ સોની, નરસિંહભાઈ પ્રજાપતિ, બાબુલાલ મેમણ, શાંતિભાઈ સુથાર, વિક્રમભાઈ રાજપુત સહિતના સભ્યો હાજર રહ્યા હતા.

 

અહેવાલ : મુકેશ સોની, CN24NEWS, લાખણી, બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here