Wednesday, September 29, 2021
Home‘ભાબીજી ઘર પર હૈ’ના ‘અનોખેલાલ સક્સેના’એ રિયલ લાઈફમાં ખૂબ સંઘર્ષ કર્યો
Array

‘ભાબીજી ઘર પર હૈ’ના ‘અનોખેલાલ સક્સેના’એ રિયલ લાઈફમાં ખૂબ સંઘર્ષ કર્યો

વર્ષ 2015થી ‘ભાબીજી ઘર પર હૈ’ સિરિયલમાં કામ કરે છે - Divya Bhaskar

‘ભાબીજી ઘર પર હૈ’ એક્ટર સાનંદ વર્માએ એક ઇન્ટરવ્યૂમાં સ્ટ્રગલ દિવસોની વાત કરી. સાનંદ સિરિયલમાં અનોખેલાલ સક્સેનાનાં રોલમાં છે. વર્ષ 2015થી આ રોલ પ્લે કરી રહ્યો છે. એક ઇન્ટરવ્યૂમાં તેણે ખુલાસો કર્યો કે, એક્ટર બનવા માટે ઘણું બધું કર્યું છે.

સાનંદ વર્માએ કહ્યું, ‘આ જર્ની પ્લાન કરવી ઘણી મુશ્કેલ હતી કારણકે મુંબઈ ભીડથી ભરચક જગ્યા છે. હું મુંબઈ આવ્યો ત્યારે મારા પોકેટમાં માત્ર 100 રૂપિયા હતા. હું નહોતો જાણતો આગળ શું કરીશ અને ક્યાં જઈશ? મેં મુંબઈની પ્રથમ રાત એક ફાર્માસ્યુટિકલ કંપનીમાં પસાર કરી. ત્યાં નાનકડી જગ્યા હતી. હું ચાદર પાથરી અને ઊંઘી ગયો. તે સમયે હું ભૂખ્યો રહેતો હતો મારા પાસે ખાવાનાં રૂપિયા પણ નહોતા.’

એક્ટર બનવા માટે જોબ છોડી

સાનંદ જણાવ્યું, ‘ઘણી સ્ટ્રગલ કર્યા પછી મને એક MNCમાં કામ મળ્યું પરંતુ મેં તે નોકરી એક દિવસમાં છોડી દીધી. તે લોકો સારી સેલરી આપતા હતા પરંતુ મેં એ વિચારીને છોડી કે માટે એક્ટર બનવું છે. એ પછી હું ફરીફરીને ત્યાં જ આવ્યો, મેં એક મોટું ઘર ખરીદ્યું અને મારી બચત બધી હોમ લોનમાં જતી રહી. મારે કાર વેચવી પડી કારણકે EMI ભરવાના રૂપિયા નહોતા.’

‘મેં ઓડિશન માટે 25 કિલોમીટર સુધી મુંબઈ લોકલમાં જવાનું શરુ કર્યું પરંતુ મને ના ગમ્યું કારણકે હું લક્ઝરી લાઈફસ્ટાઈલનો શોખીન હતો. હું રોજ પગપાળા 50 કિમી અંધેરી, મુંબઈથી આવતો અને જતો. ખૂબ અઘરું હતું.’ એ પછી સાનંદને ‘ભાબીજી ઘર પર હૈ’માં રોલ મળ્યો અને તેનું નસીબ બદલાઈ ગયું.

ફિલ્મોમાં પણ કામ કર્યું

સાનંદે મર્દાની, રેડ, પટાખા અને છિછોરે જેવી ફિલ્મમાં કામ કર્યું છે. આ ઉપરાંત તે અપહરણ અને સેક્રેડ ગેમ્સ જેવી વેબ સિરીઝમાં પણ દેખાયો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments