મહેસાણા : નરસિંહપુરા કેનાલમાંથી વિદેશી દારૂની વધુ 112 બોટલો મળી

0
4

કડીમાં દારૂ સગેવગે કરવાના કૌભાંડમાં ધરપકડ કરાયેલા આરોપીઓની કબૂલાતને પગલે સીટની ટીમે બુધવારે પુન: નરસિંહપુરા સ્થિત નર્મદા કેનાલમાં હાથ ધરેલી શોધખોળમાં દારૂની વધુ 112 બોટલો મળી આવી હતી. આ કેસમાં ગાંધીનગર ડીવાય એસપી એમ.જી. સોલંકીએ અત્યાર સુધીમાં તત્કાલીન ફર્સ્ટ પીઆઈ ઓ.એમ. દેસાઈ, સેકન્ડ પીઆઈ એસ.એન. રામાણી, પીએસઆઈ કે.એન. પટેલ અને એ.એસ. બારા સહિત 12 આરોપીઓની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, દારૂકાંડના મુખ્ય સૂત્રધાર પીઆઈ ઓ.એમ. દેસાઈની હાલમાં વિસનગર ડીવાયએસપીએ અન્ય ગુનામાં ધરપકડ કરેલી છે. બે દિવસના રિમાન્ડ મેળવ્યા બાદ ગુરુવારે રિમાન્ડ પૂર્ણ થતાં તેમને કોર્ટ સમક્ષ રજૂ કરાશે.