કોરોના બેકાબૂ થતા AMCનો વધુ એક મોટો નિર્ણય, બગીચામાં સવાર-સાંજ ચાલવા જનારાઓ સાવધાન

0
13

વધતા કોરોના વચ્ચે ફરી એક વખત અમદાવાદનું તંત્ર એક્શનમાં આવ્યું છે. જ્યારે શહેરના બાગ-બગીચાઓને લઇને તંત્રએ મોટો નિર્ણય લીધો છે. ખાસ કરીને શિયાળાની શરૂઆત થઇ ગઇ છે ત્યારે લોકો વહેલી સવારે અને સાંજે વોકિંગ કરવા જતા હોય છે. આ વચ્ચે કોરોનાના કેસ વધતા હવે શહેરના બગીચા સવારે 7 થી 9 સુધી જ ખુલ્લા રહેશે તેમજ સાંજે 5 થી 7 દરમિયાન ખુલશે. જેની પાછળનું મુખ્ય કારણ બિન જરૂરી ભીડ એકઠી થઇ રહી હતી.

દિવાળી પછી કોરોનાએ અમદાવાદ શહેરમાં ઉથલો માર્યો છે. શહેરમાં કોરોનાના કેસોનો તો રાફડો ફાટ્યો છે. આ સાથે સાથે મૃત્યુઆંક પણ એકદમ વધી જતાં સરકાર ચિંતિત બની છે. છેલ્લા 4 જ દિવસમાં અમદાવાદ શહેરમાં કોરોનાથી 38 લોકોના મોત થયા છે. કોરોનાને કાબૂમાં લેવા અમદાવાદ કોર્પોરેશને ગઈ કાલે કાંકરિયા કાર્નિવલ નહીં યોજવાની જાહેરાત કર્યા પછી વધુ એક મોટો નિર્ણય લીધો છે.

અનલોકમાં અમદાવાદ શહેરમાં બાગ-બગીચા ખોલી દેવામાં આવ્યા છે. જોકે, કોરોનાએ ફરીથી ઉથલો મારતાં અમદાવાદ કોર્પોરેશને બાગ-બગીચાને લઈને નિર્ણય લીધો છે. શહેરના બાગ-બગીચાઓ હવે સવાર-સાંજ માત્ર 2-2 કલાક જ ખુલ્લા રહેશે. સવારે 7થી 9 વાગ્યા સુધી અને સાંજે 5થી7 વાગ્યા સુધી જ બગીચા ખુલ્લા રહેશે. શહેરમાં અંદાજે 250થી વધુ બાગ-બગીચા છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here