રાજકોટ : અમરેલીમાં કોરોનાનો વધુ એક કેસ નોંધાયો, રાજકોટમાં જંક્શન પ્લોટની રાજીવ આવાસ યોજનાનો વિસ્તાર કન્ટેઇન્મેન્ટ ઝોન જાહેર

0
0

રાજકોટ. અમરેલી જિલ્લામાં આજે કોરોનાનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. અમરેલી જિલ્લામાં અત્યાર સુધી કોરોનાના કેસની કુલ સંખ્યા 9 ઉપર પહોંચી છે. 2 દર્દી કોરોના સામે જંગ જીતીને ઘરે ગયા છે. આજે કોરોના પોઝિટિવ આવેલા 39 વર્ષીય દર્દી 23 મેના રોજ બોરીવલી-સાવરકુંડલા ટ્રેનમાં આવ્યા બાદ સીધા કુંકાવાવ ક્વોરન્ટીન સેન્ટર ખાતે થોડા સમય માટે રાખવામાં આવ્યા હતા. તેઓ મૂળ કુંકાવાવના ભૂખલી-સાંથળીના વતની છે, તેઓને તાવ અને ઉધરસ જેવા લક્ષણો જણાતાં સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. હાલ આ દર્દીના સંપર્કમાં આવેલા તમામના ટ્રેસીંગની કાર્યવાહી તેમજ દર્દીના રહેઠાણની આસપાસના વિસ્તારને કન્ટેઇન્ટમેન્ટ ઝોન જાહેર કરવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.

2500 લોકોને હોમ ક્વોરન્ટીન કરાયા

રાજકોટના જંકશન પ્લોટના રાજીવ આવાસ યોજના (કિટીપરા)ને કન્ટેઇન્મેન્ટ ઝોન જાહેર કરાયું છે. આશરે 304 આવાસને ક્વોરન્ટાઇન કર્યાં છે. 2500 લોકોને હોમ ક્વોરન્ટીન કરાયા છે. જ્યાં 40 પોલીસકર્મીઓ રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવશે. 4 ફિક્સ પોઇન્ટથી વિસ્તાર પર નજર રાખશે અને જરૂર પડ્યે ડ્રોન કેમેરા અને ધાબા પોઇન્ટની મદદથી પોલીસ નજર રાખશે. આ વિસ્તારને પતરાં મારીને સીલ કરાયો છે. નાયબ પોલીસ કમિશ્નર મનોહરસિંહ જાડેજાએ કીટીપરાની મુલાકાત લઈને સમીક્ષા કરી હતી.

રાજકોટમાં વધુ 143 સેમ્પલ લેવાયા, 52 નેગેટિવ આવ્યા, 91 પેન્ડિંગ

રાજકોટમાં વધુ 143 સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે પૈકી 52 નેગેટિવ આવ્યા છે, જ્યારે 91 સેમ્પલના રિપોર્ટ પેન્ડિંગ છે. રાજકોટ શહેરમાં 83 અને ગ્રામ્યના 26 મળી જિલ્લામાં પોઝિટિવ કેસનો આંક 109 ઉપર પહોંચ્યો છે. જ્યારે ભાવનગરમાં કોરોના વાઈરસના કુલ 119 કેસ નોંધાયેલા છે, જેમાંથી 8ના મોત અને ડિસ્ચાર્જનો આંક 99 પર પહોંચ્યો અને 12 દર્દીઓ આઇસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here