કાશ્મીરમાં વધુ એક જાસૂસી કાંડ: વ્યુહાત્મક સ્થાનોના ફોટા પાકને મોકલાયા

0
9

નવી દિલ્હી તા.5
કાશ્મીરમાં ત્રાસવાદના બનાવોમાં ઘટાડો થયો હોવા છતાં પાકિસ્તાન દ્વારા નાપાક હરકતો ચાલુ જ રાખવામાં આવી છે. કાશ્મીર હાઈવેના પુલ સહિતના વ્યુહાત્મક સ્થાનોના ફોટા-વિડીયો પાકિસ્તાની ગુપ્તચર એજન્સીને મોકલવા બદલ પંકજ શર્મા નામના એક યુવકની ધરપકડ કરવામાં આવી છે.

સુરક્ષા એજન્સીની પ્રાથમીક તપાસમાં તે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી માટે કામ કરતો હોવાનું અને કેટલાંક વખતથી પાકિસ્તાની આકાઓના સંપર્કમાં હોવાનું બહાર આવ્યુ છે.

જમ્મુ, સાંબા તથા કથુઆ જીલ્લાના વ્યુહાત્મક સ્થાનોના ફોટા-વિડીયો પાક ગુપ્તચર એજન્સીને મોકલવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે. સોશ્યલ મીડીયા પ્લેટફોર્મથી તે મોકલ્યાનું પંકજ શર્માએ કબુલ્યુ હતું. સરહદી વિસ્તારને જોડતા હાઈવે પરનાના પુલના ફોટા મોકલ્યા હતા અને તેના બદલામાં બે બેન્ક ખાતામાં પૈસા જમા મળ્યા હતા. પંકજ શર્માના બેંક ખાતાઓની તપાસ શરૂ કરવામાં આવી છે.

ગત વર્ષે આંધ્રપ્રદેશમાં નૌકાદળના સાત જવાનોને સાંકળતા જાસૂસી કૌભાંડનો પર્દાફાશ થયો હતો. હવે વધુ એક જાસૂસી કાંડ પકડાતા સુરક્ષા એજન્સીઓમાં ખળભળાટ સર્જાયો છે. પકડાયેલા પંકજ શર્માની જુદી-જુદ એજન્સીઓ મારફત તપાસ શરૂ કરવામાં આવી છે અને તેમાં ચોંકાવનારા ધડાકાભડાકા થવાની શકયતા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here