સુરતનાં રઘુવીર સિલિયમમાં બીજા દિવસે પણ આગ ભભૂકી, 28 કલાકમાં 4 કરોડ લીટર પાણીનો મારો ચલાવાયો

0
19

સુરત : શહેરનાં કડોદરા રોડ ઉપર આવેલા રઘુવીર સેલિયમ માર્કેટમાં ગઇકાલે એટલે મંગળવારે રાતે આશરે સડાત્રણ કલાકે ભીષણ આગ લાગી હતી. જેમાં આજે 28થી વધુ કલાકો બાદ પણ આગ શાંત થઇને ફરીથી લાગી રહી છે. આ ભીષણ આગમાં 4 કરોડ લીટર પાણીનો મારો કર્યો છે છતાંપણ આગ કાબુમાં આવી નથી રહી. આટલા કલાકો બાદ પમ 60 જેટલા ફાયર ફાઇટર સાથે 250 જવાન હાલ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ થઇ રહ્યો છે. આખી રાત અહીં આગ પર પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો. ગઇકાલે આ આગને બુઝાવવા માટે 90થી વધુ ફાયર ફાઇટર ઘટના સ્થળે દોડી ગયા હતાં. 200 ફાયર જવાનોનો કાફલો આગ પર કાબૂ મેળવવા કલાકોથી મથામણ કરી રહ્યાં છે.

ફાયર અધિકારીઓએ જણાવ્યુ હતું કે, આગ દુકાનની અંદર લાગી હતી. દુકોનમાં મોટા પ્રમાણમાં ફિનિશ્ડ કાપડનો જથ્થો ભર્યો હતો, તેથી, આગ પર કાબૂ મેળવવો ખૂબ અઘરો હતો. રઘુવીર સેલિયમ માર્કેટમાં એક માળ પર બે ફ્લોર બનાવવામાં આવ્યાં હતાં. બિલ્ડિંગમાં 500થી વધુ દુકાનો છે. માર્કેટમાં 70 ટકા દુકાન ચાલુ થઇ ગઇ હતી. દુકાનદારોએ દુકાનમાં ગોડાઉન બનાવી દીધા હતા. ગોડાઉનમાં મોટા પ્રમાણમાં કાપડનો જથ્થો સંઘરવામાં આવ્યો હતો.

બિલ્ડિંગની સુદરતા વધારવા માટે બનાવવામાં આવેલું એલ્યુમિનિયમ સેક્સનનું એલિવેશન આગ પર કાબૂ મેળવવામાં અવરોધક બન્યું હતું. એલ્યુમિનિયમ સેક્સનનાં એલિવેશનનને કારણે આગ સુધી પાણી પહોંચતું ન હતું. મોટાભાગનું પાણી એલ્યુમિનિયમની શીટ સાથે અથડાઇને નીચે પડતું હતું. તેથી, ફાયરને આગ પર કાબૂ મેળવવામાં ખૂબ તકલીફ પડી હતી.

મોડી રાત્રે આગ લાગી હોવાથી દુકાનો બંધ હતી. માર્કેટ અને તેની પાસે આવેલી અન્ય માર્કેટમાં પણ આ જ પ્રકારના સ્ટીલના એલિવેશન કરેલા છે.

રઘુવીર માર્કેટમાં ભીષણ આગ લાગવાથી ગઇકાલે સવારે વડોદરા ખાતેની નેશનલ ડિઝાસ્ટર રેસ્ક્યુ ફોર્સ (એન.ડી.આર.એફ) સુરતમાં મંગાવવામાં આવી હતી. આ ટીમના 30 જવાનો ઘટનાસ્થળે ધસી આવ્યા હતા. તેણે બચાવ કામગીરીમાં સહયોગ કર્યો હતો.

આજે સવારનો બિલ્ડિંગની અંદરનો નજારો ઘણો જ ભયંકર લાગી રહ્યો છે.

મહત્વનું છે કે, રઘુવીર સેલિયમ ટેક્સ્ટાઇલ માર્કેટમાં ગત તા.8 જાન્યુઆરીના દિવસે શોર્ટર્સિકટને કારણે આગ લાગી હતી. ગ્રાઉન્ડ ફ્લોર પર લાગેલી આગ સાતમા માળ સુધી ફેલાઇ હતી. આગને કારણે માર્કેટમાં ધુમાડો ભરાઇ ગયો હતો. મોટા પ્રમાણમાં કાપડ, સાડી અને ડ્રેસ મટિરિયલનો જથ્થો બળી ગયો હતો. ફાયરે ચોથા માળે ફસાયેલા ત્રણ વ્યક્તિને રેસ્ક્યુ કરીને બચાવ્યા હતાં.

માર્કેટના વેપારીએ જણાવ્યું કે આગને કારણે માર્કેટ સીલ કરવામાં આવી હતી. શનિવારે સીલ ખોલવામાં આવ્યું હતું. માર્કેટ સીલ હોવાથી વેપારીઓના ઓર્ડર પેન્ડિંગ હતા. તેથી, સીલ ખોલતા વેપારીઓએ ગોડાઉનમાં પુષ્કર માલ ભરાવ્યો હતો. વેપારીઓ રઘુવાર માર્કેટમાં દુકાનને ગોડાઉન તરીકે ઉપયોગ કરતા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here