સુરત : ફુડ એન્ડ ડ્રગ્સ ડીપાર્ટમેન્ટના કર્મચારીના સ્વાંગમાં તોડ કરવા આવેલો વધુ એક ઝડપાયો

0
0

કતારગામ વિસ્તારમાં પાંચ માસ અગાઉ લોકડાઉન દરમિયાન રેસ્ટોરન્ટ માલિક પાસે ફુડ એન્ડ ડ્રગ્સ ડીપાર્ટમેન્ટના કર્મચારીના સ્વાંગમાં તોડ કરવા આવેલા વધુ એક હીરાદલાલની કતારગામ પોલીસે ધરપકડ કરી છે.

બળજબરીપુર્વક પૈસાની માંગણી કરી હતી પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સીંગણપોર ચાર રસ્તા રાધેશ્યામ સોસાયટીમાં રહેતા 49 વર્ષીય ચંદુભાઇ ખોડાભાઇ લીંબાણી કતારગામ આંબાતલાવડી નાગનાથ સોસાયટીમાં સી.કે.નાસ્તા ગૂહ રેસ્ટોરન્ટ ચલાવે છે. ચંદુભાઇ ગત 1 જુલાઇના રોજ રેસ્ટોરન્ટમાં હતા તે વખતે રેસ્ટોરન્ટની નીચે એક સફેદ કલરની આઇ-20 કારમાં ચાર જણા આવ્યા હતા. જેમાંથી બે જણાએ ગાડીમાં ઉતરી ચંદુભાઇ પાસે આવી પોતાની ઓળખ ફ્રુડ એન્ડ ડ્ર્ગ્સ ડીપાર્ટમેન્ટમાંથી આવતા હોવાની આપી હતી અને ચંદુભાઇને લોકડાઉનમાં રેસ્ટોરન્ટ કેમ ચાલુ રાખો છો તેમ કહી પહોંચ બનશે અને પહોંચ બનાવવી ન હોય તો રૂ.20 હજાર આપવા પડશે હોવાનુ કહી બળજબરીપુર્વક પૈસાની માંગણી કરી હતી.

આખરે 2000 લેવા તૈયાર થઈ ગયો હતો ચંદુભાઇ સાથેના યુવકે તેમની પાસે આઇકાર્ડ જાવા માંગ્યો હતો. જેમા પોલ્યુશન એન્ડ એન્વાયરમેન્ટ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન લખેલુ હોવાનુ બહાર આવતા ચંદુભાઇને શંકા ગઇ હતી અને પૈસા લઇને આપવાનુ કહી પોલીસ કંટ્રોલમાં જાણ કરતા પોલીસ ત્યાં પહોંચી હતી.જાકે, તે પહેલા ચાર પૈકી ત્રણ જણા ભાગી ગયા હતા અને દિપેશ જી પટેલ ઝડપાઇ ગયો હતો. ઝડપાયેલો યુવાન સાપ્તાહિકનો પત્રકાર હતો અને રૂ.20 હજારની માંગણી કરી રેસ્ટોરન્ટના માલિક પાસે તેઓ છેવટે રૂ.2000 લેવા તૈયાર થયો હતો.

પોલીસે એકની ધરપકડ કરી

પોલીસે ચંદુભાઇ ખોડાભાઇ લીંબાણીની ફરિયાદના આધારે દિપેશ પટેલ, સંજય સહિત ચાર વિરુદ્ધ રાજય સેવકનું ખોટુ નામ ધારણ કરી બળજબરી પુર્વક પૈસાની માંગણી કરવાનો ગુનો નોંધી ત્રણ માસ અગાઉ મજૂરીકામ કરતા કિશોર કરશનભાઇ પરમારની ધરપકડ કરી હતી.જયારે આ બનાવમાં પોલીસે ગતરોજ હીરાદલાલ સંજય મનુભાઇ ખુમાણ ( ઉ.વ.31,રહે, બી/44, રમણનગર સોસાયટી, અવધુતનગર સોસાયટી સામે, કતારગામ, સુરત. મુળ રહે.અમરેલી ) ની ધરપકડ કરી હતી. વધુ તપાસ પીએસઆઇ કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here