સુશાંત કેસની તપાસમાં ગુજરાતના વધુ એક અધિકારી રાકેશ અસ્થાનાની પણ એન્ટ્રી થશે

0
0

સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં રિયા ચક્રવર્તી ડ્રગ્સ લેતી હોવાનું અથવા સુશાંતને ડ્રગ્સ આપતી હોવાનું બહાર આવી રહ્યું છે ત્યારે જો આ મુદ્દાની તપાસ નાર્કોટિક્સ બ્યૂરોને સોંપાઈ શકે છે. આમ થશે તો ગુજરાત કેડરના ત્રીજા અધિકારી રાકેશ અસ્થાનાની પણ એન્ટ્રી આ ચકચારી કેસમાં થઈ શકે છે. જો કે, અસ્થાના હાલ BSFના ડીજી તરીકે ફરજ બજાવી રહ્યા છે.

રિયાના વોટ્સએપ ચેટની કેટલીક વિગતો બહાર આવી

અત્યારે ગુજરાત કેડરના બે IPS અધિકારીઓ મનોજ શશીધર અને ગગનદીપ ગંભીરના વડપણ હેઠળ સીબીઆઈની તપાસ સુશાંત કેસમાં ચાલી રહી છે. આ કેસમાં રિયાનાવોટ્સએપ ચેટની કેટલીક વિગતો બહાર આવી છે. જેનાથી એવું લાગે છેકે, રિયા પોતે એમ.ડી.એમ.એ. નામનું ડ્રગ્સ લેતી હતી અથવા સુશાંતસિંહને આપતી હતી.

રાકેશ અસ્થાના 1984ની બેચના આઈપીએસ અધિકારી છે

જયા નામની એક મહિલા સાથેની રિયાની વાતચીતમાં આ ઘટસ્ફોટ થતાં નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોની એન્ટ્રી આ કેસમાં થાય એવી સંભાવના છે. જો કે, નાર્કોટિક્સ બ્યુરોને તો જ તપાસ સોંપી શકાય જો આરોપી પાસેથી ડ્રગ્સનો પુરતો જથ્થો મળી આવ્યો હોય અથવા તે ડ્રગ્સ લે છે એવું સાબીત થાય. અત્યારે વોટ્સએપ ચેટના આધારે આશંકા જ છે, રિયા ડ્રગ્સનું સેવન કરતી હતી તે કહી શકાય તેમ નથી.રાકેશ અસ્થાના 1984ની બેચના આઈપીએસ અધિકારી છે. હમણા જ તેમને બીએસએફના ડીજી બનાવવામાં આવ્યા છે અને નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોનો વધારાનો હવાલો તેમને આપવામાં આવ્યો હતો.

કોણ છે રાકેશ અસ્થાના ?

રાકેશ અસ્થાના 1984ની બેચના IPS ઓફિસર છે. તેમનો જન્મ ઝારખંડમાં રાંચીમાં થયો હતો અને IPS બનતા પહેલા તેઓ ઇતિહાસના પ્રોફેસર હતા. તેમણે CBIના સ્પેશીયલ ડાયરેક્ટર તરીકે કામગીરી કરી હતી. જેમાં તે સમયના CBIના નિયામક અલોક વર્મા સાથે તેમનો વિવાદ બહુ જ પ્રચલિત બન્યો હતો. અમદાવાદના બ્લાસ્ટ કેસમાં તેમની કારકિર્દી મહત્વની રહી હતી. તેમણે તે કેસને માત્ર 22 દિવસમાંજ ઉકેલી નાખ્યો હતો. આ સાથે ગુજરાતમાં આસારામ અને નારાયણ સાઈના કેસ વખતે પણ તેમણે મહત્વપૂર્ણ કામગીરી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here