Monday, December 5, 2022
Homeસુરતસુરત : અકસ્માતની વધુ એક ગોઝારી ઘટના આવી સામે

સુરત : અકસ્માતની વધુ એક ગોઝારી ઘટના આવી સામે

- Advertisement -

અકસ્માતની વધુ એક ગોઝારી ઘટના આવી સામે
ઉધનામાં બેફામ ટ્રકે 4 લોકોને લીધા અડફેટે
માતાની નજર સામે જ 2 બાળકોના નિપજ્યા મોત

સુરત શહેરમાંથી અકસ્માતની વધુ એક ગોઝારી ઘટના સામે આવતા અરેરાટી મચી જવા પામી છે. જેમાં કાળ મુખા ટ્રકની ઠોકરે માતાની નજર સામે બે બાળકો કાળનો કોળિયો બની ગયા હતા. બેદરકાર ટ્રકચાલકે વધુ એક પરિવાર વિખેરી નાખતા પરિવારમાં કાળો કલ્પાંત ફેલાયો હતો. અક્સમાતને પગલે સૂરતનો ઉધનામાં બસ સ્ટોપ પાસેનો માર્ગ રક્તરંજિત બન્યો છે. જેમાં બેફામ સ્પીડે આવતા ટ્રકના ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા બેકાબૂ ટ્રકે 4 લોકોને અડફેટે લીધા હતા. જેને લઇને રસ્તે પસાર થતાં મા અને બે બાળકોને અકસ્માત નડ્યો હતો. આ ઘટનાને પગલે હેપ્પી અને સમંત શર્મા નામના 2 બાળકોને ગંભીર ઇજા થતાં તેમનું કમકમાંટીભર્યા મોત નિપજ્યાં હતા. જ્યાંરે માતાને ગંભીર ઇજા થતાં તેમને લોહી લુહાણ હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular