યુવતીના પ્રેમીને મોતને ઘાટ ઉતારનાર બીજો પ્રેમી ઝડપાયો, પ્રેમિકા સુરત હોવાથી 1 માસ પહેલા જ આવ્યો હતો

0
3

વતનમાં પ્રેમ થયા બાદ પ્રેમિકા સુરતમાં હોવાની જાણ થતા સુરત આવેલા પ્રેમીનું બીજા પ્રેમીએ ચપ્પુ વડે હુમલો કરી હત્યા કર્યાનો બનાવ પાંડેસરામાં બનવા પામ્યો હતો. પોલીસ હત્યાનો ગુનો નોંધી આરોપી રોહિતની ધરપકડ કરી છે. મૃતક યુવાન પ્રેમિકા સુરત હોવાથી એક માસ પહેલા જ આવ્યો હતો અને મોત મળ્યું હતું.

ઘટના શું હતી?

મૂળ ઉત્તરપ્રદેશના આઝમગઢના વતની બ્રિજેશ રામનયન રાજભર (ઉવ.22) હાલ ઉધના પ્રભુનગરમાં રહેતા હતો અને એમ્બ્રોડરીના કારખાનામાં છેલ્લા એક માસથી નોકરી કરતો હતો. બ્રિજેશને વતનમાં રહેતી એક યુવતી સાથે પ્રમ થયો હતો. પોતાના પ્રેમને મેળવવા માટે તે સુરત આવ્યો હતો. દરમિયાનમાં સુરત આવેલા યુવતીને રોહિત નામના યુવક સાથે પ્રેમ થયો હતો. યુવતીના સુરતમાં રહેતા પ્રેમી રાહિતને સુરતમાં બ્રિજેશ આવ્યા હોવાની જાણ થતા તેણે થતા તેના બીજા પ્રમી રોહિતે તેને ફોન કરીને પાંડેસરા કૈલાશ ચોકડી પાસે બોલાવ્યો હતો. બ્રિજેશ ત્યાં આવતા જ રોહિત તથા તેના સાગરિતોએ ચપ્પુ વડે તેની પર હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી નાસી ગયો હતો. ગંભીર ઇજા પહોંચેલા બ્રિજેશને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે પાંડેસરા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ આદરી છે.

20 જણાએ ચપ્પુ વડે ઘાતકી હુમલો કરી ભાગી ગયા

વિજય કહાર (મરનારનો મિત્ર) એ જણાવ્યું હતું કે બ્રિજેશ એક મહિના પહેલા જ સુરત આવ્યો હતો. કોઈ છોકરીને લઈ ચાલતા ઝઘડામાં રવિવારની રાત્રે બ્રિજેશને ફોન પર હુમલાખોરો ધમકી આપી મળવા બોલાવતા હતા. જેને લઈ બ્રિજેશ કૈલાશ ચોકડી પર મળવા જતા જ તેની પર રોહિત સહિત 20 જણાએ ચપ્પુ વડે ઘાતકી હુમલો કરી ભાગી ગયા હતા. ઇજાગ્રસ્ત બ્રિજેશને તાત્કાલિક સારવાર માટે 108ની મદદથી સિવિલ લઈ આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા અને વહેલી સવારે બ્રિજેશનું મોત નીપજ્યું હતું.

હત્યાના ઈરાદે જ યુવકને બોલાવી હત્યા કરી

વધુમાં ઉમેર્યું હતું કે, વતનમાં રહેતી યુવતી સાથે બ્રિજેશને પ્રેમ થઈ ગયો હતો. યુવતી સુરત આવી ગયા બાદ બ્રિજેશ સુરત આવ્યો હતો. જોકે, યુવતી બે છોકરા સાથે પ્રેમ કરતી હતી. આ વાતની ખબર પડતાં બીજા પ્રેમી રોહિતે હત્યાના ઇરાદે જ બ્રિજેશને કૈલાશ ચોકડી બોલાવ્યો હતો. બ્રિજેશને છાતીના ભાગે ઉપરા ઉપરી 5-6 ઘા મરાયા હતા. ઓપરેશન બાદ બ્રિજેશનું ખાનગી હોસ્પિટલમાં મોત નીપજતા જ પોલીસ દોડી આવી હતી. બ્રિજેશના પિતાના અવસાન બાદ એક ભાઈ અને માતાને આર્થિક રીતે મદદ કરવા બ્રિજેશ સુરત આવ્યો હતો.