અમદાવાદ મા કોરોના ની વૈશ્વિક મહામારી મા વધુ એક પોલિસ કર્મચારી નું કોરોના મા મોત નીપજી

0
106

અમદાવાદમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે લોકોને આ જીવલેણ રોગવા ચેપથી દૂર રાખવા માટે પોલીસ કર્મચારીઓ પોતાનો જીવ જોખમમાં મુકીને રાત-દિવસ પોતાની ફરજ નિભાવી રહ્યાં છે. પરંતુ કોરોના સામેના જંગમાં અમદાવાદ પોલીસ કર્મચારીનું મોત નિપજ્યું છે. નોંધનીય છે કે, શહેર ના ખાડિયા પોલિસ સ્ટેશન મા ફરજ બજાવતા ૫૩ વર્ષ ના વિરમભાઈ દેસાઈ નું હોપ હોસ્પિટલ મા કોરોનાની સારવાર દરમ્યાન આજે સવારે મોત નીપજતા પોલિસ બેડામાં શોકનુ વાતાવરણ જવા મળ્યું હતું.

અમદાવાદના ખાડિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસ કર્મચારી ફરજ દરમિયાન કોરોનાની ઝપેટમાં આવી ગયા હતાં. જોકે તેઓ કોરોના સામેની જંગ હારી જતાં આજે સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. ૫૩ વર્ષના પોલિસ કર્મચારી વિરમભાઇ દેસાઈ તેમના વિભાગમાં અને નાગરિકોમાં તેમના મિલનસાર સ્વભાવ અને કુશળ કામગીરી ના કારણે નિષ્ઠાવાન હતા અને કર્મચારી ની ઓળખ પણ ધરાવતા હતા.

અમદાવાદના ખાડિયા પોલીસ સ્ટેશનમાં વિરમભાઇ દેસાઈ ફરજ બજાવતા હતા. તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો ત્યાર બાદ તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોપ હોસ્પિટલમાં તેઓ સારવાર લઈ રહ્યાં હતા. જોકે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. તેમને કોરોના રુપી કાળ ભરખી જતા પોલિસ બેડામાં માતમ છવાયો ઉચ્ચ પોલિસ અધિકારી ઓ સહિત વિભાગના પોલિસ કર્મચારીઓએ દુ:ખ વ્યક્ત કર્યું અને પોલિસ બેડામાં શોક છવાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here