રાજકોટ : ભાવનગરમાં વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો, સંખ્યા 102 પર પહોંચી

0
0

103 સેમ્પલમાંથી 65 રાજકોટ શહેરના, 31 ગ્રામ્યના અને 7 અન્ય જિલ્લાના 

રાજકોટ. ભાવનગરમાં વધુ એક પોઝિટિવ કેસ આવતા આંક 102 પર પહોંચ્યો છે.ભાવનગરના હોટસ્પોટ વિસ્તાર વડવા પાદર દેવકીમાં રહેતા ઈકબાલભાઈ ઉસ્માનભાઈ મેમણ (ઉ.વ.72)ને રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગત મોડીરાત્રે ગ્રામ્ય વિસ્તારમાંથી બે પોઝિટિવ કેસ આવેલ જેમાંથી એક મહિલાનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. જે 20 દિવસ પહેલા થયેલ હત્યાની આરોપી હોય અને નાસતી ફરતી હોય અંતે પોલીસ મથકમાં હાજર થતાં તેને કસ્ટડીમાં લેવામાં આવી તેનું સેમ્પલ લેવામાં આવતાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

રાજકોટમાં લેવાયેલા 103 સેમ્પલમાંથી 81ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે જ્યારે 22ના રિપોર્ટ આવવાના બાકી છે. રાજકોટમાં અત્યાર સુધીમાં 68 કેસ નોંધાયા છે. જેમાં 14 વ્યક્તિ સારવાર હેઠળ છે. બાકીના તમામ દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here