હૈદરાબાદમાં વધુ એક બળાત્કારની ઘટના: રિક્ષા ડ્રાઇવરે ભૂલી પડેલી યુવતી પર આચર્યું દુષ્કર્મ

0
10

હૈદરાબાદ: તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં ફરી એક વખત બળાત્કારનો મામલો સામે આવ્યો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આ વખતે 18 વર્ષની યુવતી સાથે ઑટો ડ્રાઇવરે બળાત્કાર ગુજાર્યો છે. આ ઘટના આઠમી ડિસેમ્બર રાતની છે. છોકરી પોતાની 10 વર્ષની નાની બહેન સાથે દાદીના ઘરે જઈ રહી હતો ત્યારે ઑટો ડ્રાઇવરે યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. છોકરી રસ્તો ભૂલી ગઈ હતી, આ દરમિયાન આરોપીના ભાઈએ બંનેને જોઈ હતી. આરોપીનો ભાઈ પણ ઑટો રિક્ષા ચલાવે છે. તે જ્યારે બંને બહેનોને લઈને પોતાના ઘરે પહોંચ્યો ત્યારે તેની માતાએ તેને ધમકાવ્યો હતો અને તેના નાના પુત્રને બંને છોકરીઓને ઘરે મૂકી આવવાની સૂચના આપી હતી.

જોકે, ડ્રાઇવરે તેને ઘરે લઈ જવાને બદલે નામપલ્લી વિસ્તારમાં એક લૉજમાં લઈ ગયો હતો. અહીં છોકરીના નાની બહેન ઊંઘી ગયા બાદ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો, જે બાદમાં પલકનુમા રેલવેસ્ટેશન પર બંનેને છોડીને ફરાર થઈ ગયો હતો. જે બાદમાં પીડિતાએ પોતાના પરિવારના લોકોને ફોન કર્યો હતો. જે બાદમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસે બંને ભાઈઓ વિરુદ્ધ કેસ દાખલ કરીને, તેમની શોધખોળ શરૂ કરી છે. હાલ બંને ફરાર છે.

નોંધનીય છે કે હૈદરાબાદમાં થોડા દિવસ પહેલા એક વેટનરી મહિલા ડૉક્ટર સાથે ગેંગરેપની ઘટના બની હતી. આ ઘટના બાદ ધરપકડ કરવામાં આવેલા ચારેય આરોપીઓ એન્કાઉન્ટરમાં માર્યાં ગયા હતા. જે બાદમાં આ એન્કાઉન્ટર પર અનેક સવાલ ઉઠાવવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટે આ એન્કાઉન્ટરની તપાસના આદેશ કર્યાં છે.

આંધ્ર પ્રદેશ વિધાનસભાએ નવા નિયમ બનાવ્યાઆંધ્ર પ્રદેશ વિધાનસભાએ શુક્રવારે આંધ્રપ્રદેશ “દિશા બિલ” પાસ કર્યું છે, આ બિલ પ્રમાણે મહિલાઓ સાથે જોડાયેલા ગુનાઓનું નિવારણ 21 દિવસની અંદર લાવવાનો નિયમ છે, આ બિલમાં દોષિતને ફાંસીની સજા પણ આપી શકાશે. આ પ્રસ્તાવિત નવા કાયદાનું નામ આંધ્ર પ્રદેશ દિશા અધિનિયમ અપરાધિક કાયદો, 2019 રાખવામાં આવ્યું છે. તાજેતરમાં પાડોશી રાજ્ય તેલંગાણામાં મહિલા ડોક્ટર સાથે બળાત્કાર અને તેની જીવતી સળગાવી દેવાનો મામલો સામે આવ્યો હતો. આ બિલ પીડિતાને આપવામાં આવેલી શ્રદ્ધાંજલિ છે. ગૃહ રાજ્ય મંત્રી એમ સુચરિતાએ આ બિલ વિધાનસભામાં રજૂ કર્યું હતું. આ બિલને સત્તાધારી પાર્ટી વાઈએસઆર કોંગ્રેસે ‘ક્રાંતિકારી’ ગણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here