સચિનના નામે વધુ એક રેકોર્ડ, વર્લ્ડ કપ જીતની તે ક્ષણ બની સૌથી યાદગાર

0
12

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને લૉરિયસ સ્પોર્ટિગ મોમેન્ટ એવોર્ડ 2000-2020 (Laureus Sporting Moment Award 2000-2020) સન્માનિત કરવામાં આવ્યો. પોતાના જ ઘરમાં વર્લ્ડકપ 2011 જીત્યા પછી સચિન તેંડુલકરને ટીમના સાથી ખેલાડીઓએ ખભા પર ઉંચકી લીધો હતો, જે ગત 20 વર્ષોમાં લૉરિયસ સર્વશ્રેષ્ઠ ખેલ ક્ષણ માનવામાં આવી. ભારતીય ક્રિકેટ ફેન્સની મદદથી સચિનને વિજેતા બનવામાં સૌથી વધારે વૉટ મળ્યા.

  • સચિનને વિજેતા બનવા માટે સૌથી વધારે વૉટ મળ્યા
  • સચિન તેંડુલકરને વર્લ્ડ કપ જીતાડવાનું સપનું સાકાર થયું

પોતાનો છઠ્ઠો અને છેલ્લો વર્લ્ડ કપ રમી રહેલા સચિન તેંડુલકરને વર્લ્ડ કપ જીતાડવાનું સપનું ત્યારે સાબિત થયું, જ્યારે કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ શ્રીલંકાના ફાસ્ટ બૉલર નુવાન કુલસેકરાની બૉલ પર સિક્સર ફટકારીને ટીમ ઇન્ડિયાને જીતાડી.

મહેન્દ્ર સિંહ ધોનીએ 79 બૉલમાં 91 રનની મદદથી ( 8 બાઉન્ડ્રી, 2 સિક્સર્સ) ટીમ ઇન્ડિયાને જીતાડી, આ સાથે જ બેસ્ટ ફિનિશરની પરિભાષામાં ખરો ઉતર્યો અને સિક્સર મારીને તમામનું દિલ જીતી લીધું.

2 એપ્રિલ 2011 ના મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં ટીમ ઇન્ડિયા વિજેતા બનતા જ તમામ ખેલાડીઓને ગ્રાઉન્ડમાં જ સચિન તેંડુલકરને પોતાના ખભા પર બેસાડી દીધો, આ મોમેન્ટ તમામ માટે ખૂબ જ યાદગાર રહી.

બર્લિનમાં પૂર્વ ઓસ્ટ્રેલિયા કેપ્ટન સ્ટીવ વૉ એ સોમવારના આ શાનદાર સમારોહ દરમિયાન લૉરિયસ સ્પોર્ટિગ મોમેન્ટ એવોર્ડ 2000-2020 વિજેતાની જાહેરાત કરી, ટેનિસ દિગ્ગજ બોરિસ બેકરને સચિન તેંડુલકરને ટ્રોફી સોંપી.

ક્રિકેટની દુનિયામાં સૌથી વધારે રન કરનારા 46 વર્ષના સચિન તેંડુલકરે કહ્યુ કે, ”લૉરિયસ ટ્રોફી મેળવી મારા માટે બહુ જ સન્માનજનક વાત છે.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here