અમદાવાદ : 24 કલાકમાં બીજી લૂંટ : નિકોલમાં જ્વેલર્સની દુકાનમાંથી 7 લાખની લૂંટ : ઘટના CCTVમાં કેદ.

0
19

શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી છે હવે ગુજરાતમાં બિહારવાળી શરૂ થઈ છે. અમદાવાદમાં 2021ની શરૂઆત પોલીસ માટે પડકારરૂપ બની છે. પૂર્વમાં છેલ્લા 24 કલાકમાં બીજી જ્યારે 96 કલાકમાં ફાયરિંગ કરીને લૂંટ અને હત્યાની 3 ઘટના બની છે. વધુ એક ઘટનામાં રવિવારે રાત્રે નિકોલની એક જ્વેલર્સ શોપમાં ઘૂસી આવેલા 4 લુટારુએ 4 રાઉન્ડ ગોળીબાર કરી રૂ.6.70 લાખના દાગીના-રોકડની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.

પહલાં ત્રણ લૂંટારૂ જ્વેલર્સમાં ઘુસ્યા
પહેલા ત્રણ લૂંટારૂ જ્વેલર્સમાં ઘુસ્યા

 

નિકોલ ઉમિયા સર્કલ પાસે આવેલા વિરલ જ્વેલર્સના માલિક પ્રકાશ મોદી રવિવારે રાતે દુકાનમાં હતા ત્યારે 4 લુટારુ હાથમાં બંદૂકો સાથે દુકાનમાં ઘૂસી આવી તેમને બંદૂકની અણીએ ડરાવી માર મારીને રોકડા રૂ.2.60 લાખ અને રૂ.3-4 લાખના સોના-ચાંદીના દાગીના લૂંટી લીધા હતા. માલિકે પ્રતિકાર કરતાં લુટારુઓએ બંદૂક અને પાણીના જગ વડે માર માર્યો હતો. અન્ય એક વ્યક્તિ પણ આવતા એક લુટારુ દુકાનની બહાર નીકળી તેની સામે પણ ફાયરિંગ કર્યું હતું. આ અંગે એસીપી એન.એલ.દેસાઈ એ જણાવ્યું હતું કે, લુટારુઓ દુકાનમાંથી રૂ.2.60 લાખ રોકડા અને રૂ.3-4 લાખના દાગીના લઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. તેમ છતાં લૂંટનો ચોક્કસ આંકડો તો વેપારી સ્ટોકની ગણતરી કરીને કહેશે.

ચોથા લૂંટારૂએ બહાર પહેરો ભર્યો.
ચોથા લૂંટારૂએ બહાર પહેરો ભર્યો.

બાઈક પર આવેલા ચારેયે લૂંટ ચલાવ્યા પછી બહાર આવી ભાગવા માટે હવામાં ગોળીબાર કર્યો

પ્રકાશ મોદીની દુકાનમાં લૂંટ ચલાવીને ભાગી રહેલા લુટારુઓએ દુકાનની બહાર આવતાની સાથે જ હવામાં ગોળીબાર કર્યા હતા. જો કે તેઓ ગોળીબાર કરીને ભાગ્યા હોવાના દૃશ્યો સીસીટીવીમાં કેદ થયા હતા. જેમાં ચારેય લુટારુઓ 2 બાઈક ઉપર આવ્યા હોવાનું સ્પષ્ટ દેખાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

ત્રણ લૂંટારૂઓએ જ્વેલર્સમાં લૂંટ ચલાવી.
ત્રણ લૂંટારૂઓએ જ્વેલર્સમાં લૂંટ ચલાવી.

 

વસ્ત્રાલમાં ગોળી મારી 1ની હત્યા

વસ્ત્રાલના રાધે મોલમાં સિક્યોરિટી એજન્સી ધરાવતા જશવંતસિંહ રાજપૂત 31મી ડિસેમ્બરના ગુરુવારે રાતે મોલની સિક્યોરિટીની ઓફિસમાં હાજર હતા. ત્યારે ત્યાં આવેલા 2 માણસો આડેધડ 6 રાઉન્ડ ગોળીબાર કરી જશવંતસિંહ રાજપૂતે મોતને ઘાટ ઉતારી દીધા હતા. પૈસાની લેતી દેતીમાં જશવંતસિંહની હત્યા થઇ હોવાની માહિતીના આધારે રામોલ પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી છે. .

બહાર ઉભેલા લૂંટારૂએ એક વ્યક્તિને દૂર ભગાડવા ફારયિંગ કર્યું.
બહાર ઉભેલા લૂંટારૂએ એક વ્યક્તિને દૂર ભગાડવા ફારયિંગ કર્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here