રિલીઝ : તેરે બિના સોન્ગનું ટીઝર રિલીઝ, લોકડાઉનમાં સિંગર સલમાન ખાનનું બીજું સોન્ગ

0
8

સલમાન ખાન અને જેક્લીન ફર્નાન્ડિઝ સ્ટારર મ્યુઝિક વીડિયો તેરે બિનાનું ટીઝર રિલીઝ થયું છે. હાલ ચાલી રહેલ લોકડાઉનમાં સલમાન ખાને આ બીજું સોન્ગ બનાવ્યું છે. આ સોન્ગને સલમાન ખાને જ ગાયું છે. લોકડાઉનને કારણે સલમાન પનવેલના તેના ફાર્મહાઉસમાં જ છે. સલમાને આ સોન્ગનું શૂટિંગ ફાર્મહાઉસ પર જ કર્યું છે. મધર્સ ડે વિશ કરીને સલમાને ટીઝરની પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરી છે.

સલમાન ખાનની યુ ટ્યુબ ચેનલ પર રિલીઝ થનાર આ સોન્ગ સલમાનના મતે તેના પ્રોડક્શન હાઉસનું અત્યારસુધીનું સૌથી સસ્તું પ્રોડક્શન છે. સલમાન, જેક્લીન અને ડીઓપી બસ આ ત્રણ લોકોની ટીમે શૂટિંગ પૂરું કર્યું હતું. સોન્ગ માટેના ઇન્ટરવ્યૂમાં સલમાન અને જેક્લીને ઘણીબધી વાત કરી હતી કે તેમને કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

અગાઉ સલમાનની યુ ટ્યુબ ચેનલ બીઇંગ સલમાન ખાન પર પ્યાર કરોના સોન્ગ રિલીઝ કરવામાં આવ્યું હતું જે સલમાને ખુદ ગાયું હતું. આ સોન્ગનું કામ પણ દરેકે ઘરે રહીને જ પૂરું કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here