Friday, March 29, 2024
Homeરાજનીતિ : સંજય રાઉતના વધુ એક નિવેદનથી ભાજપનું ટૅન્શન વધી જશે, કહ્યું,...
Array

રાજનીતિ : સંજય રાઉતના વધુ એક નિવેદનથી ભાજપનું ટૅન્શન વધી જશે, કહ્યું, લખીને લઈ લો આ વાત

- Advertisement -

મુખ્યમંત્રી પદ માટે મહારાષ્ટ્રમાં થયેલા ઘમાસાણ વચ્ચે શિવસેનાના નેતા સંજય રાઉતે શુક્રવારે ફરીથી તીવ્ર વલણ બતાવ્યું છે. સંજય રાઉતનું કહેવુ છે કે લેખિતમાં લો, મુખ્યમંત્રી શિવસેનાના હશે. આ સિવાય તેમણે ટ્વીટ દ્વારા નામ લીધા વિના ભાજપ પર પણ નિશાન સાધ્યું હતું.

  • CM પદને લઇ મહારાષ્ટ્રમાં માથાકૂટ
  • શિવસેનાના નેતા રાઉતના ટ્વીટથી રાજકારણમાં ગરમાવો
  • લેખિતમાં લઇ લો CM શિવસેનાનો હશે

સંજય રાઉતે ટ્વિટર પર લખ્યું કે, ‘સાહેબ! આટલો પણ અહંકાર ન રાખો, સમયના સાગરમાં કેટલાય સિકંદર ડૂબી ગયા છે. જો કે, આ ટ્વિટમાં કોઇપણ પ્રકારનું નામ લીધું નહોતું પરંતુ શિવસેના નેતાનો ઇશારો સ્પષ્ટ રીતે ભારતીય જનતા પાર્ટી તરફ હતા.

પ્રજા હવે શિવસેનાના મુખ્યમંત્રી ઇચ્છે છે

સંજય રાઉતે સ્પષ્ટ જણાવ્યું છે કે લેખિતમાં લઇ લો મુખ્યમંત્રી શિવસેનાના જ હશે, સરકારની રચના પ્રક્રિયા સંમત વચનો અનુસાર આગળ વધશે. તેમણે કહ્યું હતું કે શરદ પવાર રાજ્યના એક મોટા નેતા છે, તેમની સાથેની મુલાકાતનો બીજો કોઇ અર્થ ન કાઢવામાં આવે. સંજય રાઉતે કહ્યું કે હવે જનતા શિવસેનાના મુખ્યમંત્રી ઇચ્છે છે.

એકનાથ શિંદેને બનાવાયા ધારાસભ્ય દળના નેતા

મહારાષ્ટ્રમાં ભાજપની સાથે મુખ્યમંત્રી પદ પર ચાલી રહેલ મંથન વચ્ચે ગઇકાલે શિવસેના ધારાસભ્ય દળની બેઠક થઇ. શિવસેનાની બેઠકમાં એકનાથ શિંદેને વિધાનસભામાં ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરાયા છે, આ પહેલા અંદાજ લગાવાય રહ્યો હતો કે વર્લીથી ચૂંટણી જીતેલા આદિત્ય ઠાકરેને પદ મળી શકે છે. જણાવી દઇએ કે બુધવારે જ ભાજપની બેઠક થઇ હતી, જેમાં દેવેન્દ્ર ફડળવીસને ધારાસભ્ય દળના નેતા પસંદ કરવામાં આવ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular